Amazon Best Discount Deals

WhatsApp ભારતની માંગ ન સ્વીકારી, વાયરલ થયેલ મેસેજનો સોર્સ હવે નહીં જાણી શકે સરકાર | india News Goverment of India whatsapp

WhatsApp ભારતની માંગ ન સ્વીકારી, વાયરલ થયેલ મેસેજનો સોર્સ હવે નહીં જાણી શકે સરકાર

Whatsapp 
         ભારત સરકાર દ્વારા સોશિયલ મીડિયામાં અફવાઓ પર રોક લગાવવા માટે વોટ્સએપને અમુક સુચનો કરવામાં આવ્યા હતા. ભારત સરકારે વોટ્સએપને એવો સોફ્ટવેર ડેવલોપ કરવાનું જણાવવામાં આવ્યું હતું જે વોટ્સએપમાં વાયરલ થયેલા મેસેજનો સોર્સ જાણી શકે. 
       જોકે વોટ્સેપ દ્વારા ભારત સરકારની આ માગ પર ઠેંગો દેખાડવામાં આવ્યો છે. વોટ્સએપે ભારત સરકારની આ માગ ઠુકરાવી દીધી છે.
        આ મામલે વોટ્સએપના પ્રવકતાએ જણાવ્યું કે, વોટ્સએપના મેસેજ એન્ડ ટુ એન્ડ ઈક્રિપ્ટેડ હોય છે. જો માહિતીની સ્રોત જાણવા માટેનો સોફ્ટવેર બનાવવામાં આવે તો વોટ્સેપના મેસેજનો દુરુપયોગ થઈ શકે છે. જેથી આ સોફ્ટવેર બનાવી શકાય નહી.
         મહત્વનું છે કે, ભારતમાં અનેક જગ્યાએ વોટ્સએપના ખોટા મેસેજને કારણે ટોળાઓ દ્વારા હિંસા ફેલાવવાની ઘટનાઓ બની ચૂકી છે. જેને ડામવા માટે પગલા લેવા અનિવાર્ય બની રહ્યા છે. પરંતુ વોટ્સએપ દ્વારા સરકારની માગ ઠુકરાવવામાં આવતા આ મામલે સરકારની ચીંતા વધી છે.

Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon