BJP-કોંગ્રેસની એકતા: પ્રજા મોંઘવારીથી ત્રસ્ત, ધારાસભ્યો-મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો
![]() |
Gujarat Vidhansabha News |
નેતા વિપક્ષનો ટપાલ ખર્ચ 1 હજારથી વધારી 10 હજાર
ઘારાસભ્યોનું દૈનિક ભથ્થું 200 રૂપિયાથી વધારી 1000 કરવામાં આવ્યું છે. જ્યારે નેતા વિપક્ષનો માસિક ટપાલ ખર્ચ રૂપિયા 1000થી 10 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005 બાદ પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે.
રાતોરાત કર્યો વધારો
ધારાસભ્યોના પગાર વધારાનો આ નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા અને અંતિમ દિવસે કામકાજ સલાહકાર સમિતિ દ્વારા નક્કી કરાયેલા આજના દિવસની કામગીરીની યાદીમાં ધારાસભ્યોના પગાર વધારા અંગેનો ઉલ્લેખ ન હતો,પરંતુ અચાનક જ વિધાનસભામાં પગાર વધારાનું વિધેયક સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું છે.
કયા રાજ્યમાં કેટલો પગાર
ઉત્તરાખંડ - 2 લાખ 91 હજાર
ઝારખંડ - 2 લાખ 25 હજાર
મહારાષ્ટ્ર - 2 લાખ 13 હજાર
હરિયાણા - 1 લાખ 65 હજાર
દિલ્હી - 1 લાખ 34 હજાર
રાજસ્થાન- 1 લાખ 30 હજાર
16 કરોડ 52 લાખ 75 હજારનો વધારાનો વાર્ષિક ખર્ચ
આ વિધેયકની જોગવાઈઓ અધિનિયમિત કરવામાં આવે અને અમલમાં લાવવામાં આવે તો ધારાસભ્યો અને બીજા ઉચ્ચ અધિકારીઓને ચૂકવવા પાત્ર પગાર અને ભથ્થાંની સુધારેલી રકમને કારણે નાણાકીય વર્ષ 2018-2019 માટે રાજ્યના એકત્રિત ફંડમાંથી આશરે 16 કરોડ 52 લાખ 75 હજારનો વધારાનો વાર્ષિક ખર્ચ થશે. જેમાંથી રૂપિયા 10 કરોડ 27 લાખ 5 હજાર આવર્તક અને 6 કરોડ 50 લાખ અનાવર્તક પ્રકારનો ખર્ચ રહેશે.
1 comments:
Click here for commentsBro This news is informative. I shared your post. Keep posting like that.
Thank you for comment ConversionConversion EmoticonEmoticon