Amazon Best Discount Deals

સંત રાજારામજી મહારાજે ભવિષ્યવાણી કરી હતી: “રાજ ચલાવવાનો ઢંગ બદલાઈ જશે, પ્રજાએ ચૂંટેલા માણસો રાજ કરશે અને ભ્રષ્ટાચાર વગર સરકાર કામ કરશે નહીં । Rajaramji sikarpura jodpur

સંત રાજારામજી મહારાજે ભવિષ્યવાણી કરી હતી: “રાજ ચલાવવાનો ઢંગ બદલાઈ જશે, પ્રજાએ ચૂંટેલા માણસો રાજ કરશે અને ભ્રષ્ટાચાર વગર સરકાર કામ કરશે નહીં.”

   Rajaramji sikarpura jodpur rajasthan

Rajaramji sikarpura jodpur rajasthan
Rajaramji sikarpura 
                 
          ભારત દેશની ધરતી પર અનેક સંતોએ જન્મ લીધો છે.
સાધુ સંતોની વાણી અગમચેતી હોય છે. સંતોઓ પોતાની પવિત્ર વાણીથી આવનારું ભવિષ્ય કેવું હશે તે આલેખ્યું છે. વિશ્વમાં ભારત દેશ આધ્યાત્મિક શક્તિનો મુખ્ય સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે, તેની પાછળનું કારણ સંતોની પવિત્રતા છે. આ પૃથ્વીની રચના થઇ ત્યારે સૌ પ્રથમ ભારત દેશની ધરતી પર આધ્યાત્મિક શક્તિનો ઉદય થયો હતો.
ભારત દેશની ધરતી પર સંતોની પવિત્ર વાણીની સુગંધ પ્રસરેલી છે. રાજસ્થાનની ધરતી પર મહાન સંતોના યશસ્વી પાવન પગલાં પડેલા છે તેના ઇતિહાસના પાના પર અનેક ઉદાહરણ જોવા મળે છે.
👆અમારી ન્યુઝ એપ અહીંથી ડાઉનલોડ કરો👆
                   
        સંતશ્રી રાજારામજી મહારાજે છ મહિના મૌન વ્રત ધારણ કર્યું હતું તેના સમાપન અવસરે મૌનનું મહત્વ શું છે તેના  વિશે પોતાના ભક્તોને ઉપદેશ દ્વારા સમજણ અપાઈ હતી પરંતુ તેની સાથે માનવ સમાજ જાગૃત રહે તે માટે  આવનારો સમય કેવો હશે તેની ભવિષ્ય વાણી કરી હતી.             
એક સદી પહેલા શ્રી રાજારામજી મહારાજે કરેલ ભવિષ્યવાણી હાલના સમયમાં સાચી સાબિત થઇ રહી છે. શ્રી રાજારામજી મહારાજે એક સદી પહેલા પોતાની ભવિષ્યવાણીમાં શું કહ્યું હતું તેના કેટલાક અંશો:
શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “આવનારો સમય ભયાનક હશે. ચોરીઓ સદીઓથી થતી આવી છે. પરંતુ આવનારા સમયમાં મરેલા મનુષ્યના અંગોની પણ ચોરી થશે. જે લોકો સમયધારા સમજી શકતા નથી તેવા લોકોને કાપીને લઇ જવામાં આવશે તેના હાડપિંજરને જમીનમાં દાટી દેવાશે. માનવ અંગોની દુકાનો  ખુલશે તેમાં ભલા માણસોના અંગોનું વેચાણ થશે.”
હાલના સમયમાં ગરીબ માણસોની વ્યથા સાંભળનાર કોઈ નથી. ગરીબ માણસો દિવસે દિવસે ગરીબ બનતા  જાય છે તેના સંદર્ભમાં શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “ધનવાન લોકો ગરીબોનું લોહી ચુસશે” અર્થાત હાલના સમયમાં ધનવાન લોકો સરકારી ઓફિસો કે અન્ય કોઈ ઓફિસોમાં અને જમીનદારો ગરીબ લોકોનું તથા નીચલા પછાત લોકોનું શોષણ કરે છે. તેની ભવિષ્યવાણી શ્રી રાજારામજી મહારાજે સો વર્ષ  પહેલા કરી હતી.
શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું “ન્યાય (ન્યાયલયો)  ખૂબ જ મોઘો થશે અને ગરીબ પ્રજાની પીડા સાંભળનાર કોઈ હશે નહીં, ધન- દોલતમાં વધારે ચંચળતા આવી જશે  અને ગરીબ લોકો રાતો -રાત અમીર બની જશે.” હાલના સમયમાં ઘણા ખરા ગરીબ માણસોને સાચ્ચો ન્યાય મળતો નથી અને ન્યાયની માંગણી કરનાર  માણસો અદાલતના દરવાજા ખખડાવવા પડે છે અને તેની મોંઘી ફીની ભરપાઈ કરવી પડે છે.
        સંત શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “જૂની વ્યવસ્થા –પરંપરાનું અસ્તિત્વ રહેશે નહીં. અનેક પ્રકારની ખરાબ પરંપરા સમાજમાં આવી જશે અને તેના લીધે અનેક સમાજ નષ્ટ થઇ જશે અને વર્ણ વ્યવસ્થાનું અસ્તિત્વ પણ જોખમાશે. ધર્મને લોકો ભૂલી જશે અને ઈશ્વર પ્રતિ લોકોનો વિશ્વાસ સમાપ્ત થશે.”
          વર્તમાન સમયમાં અનેક ગુનાખોરી કરના લોકોને સજા થતી નથી તેના વિશે શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “કેટલાક દુરાચારી લોકોના હાથમાં સત્તા જતી રહેશે. રાજતંત્રથી માનવ સમાજ પર અત્યાચાર કરવામાં આવશે અને ગુનો કરનાર માણસો આઝાદી પૂર્વક ફરશે અને ભલા લોકોને જેલવાસ ભોગવવો પડશે.”
          દેશ- દુનિયામાં સત્તા મેળવવા માટે અનેક જ્ઞાતિ- ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે તેની પાછળ ધર્મના નામે અનેક લોકો મૃત્ય પામે છે તેના વિશે શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું “સત્તા પ્રાપ્ત કરવા માટે ધર્મ –સંપ્રદાયનો ઉપયોગ કરવામાં આવશે અને ધર્મ- પંથ મનુષ્યના મરણનું કારણ બની જશે”
          દેશ આઝાદ થયો ન હતો ત્યારે રાજાશાહી હતી પરંતુ દેશને આઝાદી મળી ત્યારે દેશમાં લોકશાહીની સ્થાપના થઇ હતી પરંતુ શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “રાજ ચલાવવાનો ઢંગ બદલાઈ જશે, પ્રજાએ ચૂંટેલા માણસો રાજ કરશે અને ભ્રષ્ટાચાર વગર સરકાર કામ કરશે નહીં.”
          હાલના સમયમાં કુટુંબો વિભક્ત થઇ રહ્યા છે. ‘વિશ્વ કુટુંબકમ’ ની ભાવના નષ્ટ થતી નજરે દેખાઈ રહી છે અને પોતાના જ  પરિવારના ત્રાસથી એકબીજાને મારવા માટે પ્રેરાય છે તેના વિશે ૧૦૦ વર્ષ કરતાં પહેલા શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “સત્યને ત્યાગીને લોકો જૂઠનો સહારો લેશે અને પોતાના પરિવારથી ત્રાસીને એકબીજાને મારવા માંડશે.”
          હાલના સમયમાં ગામડાંઓ તૂટી રહ્યા છે. જ્યાં ખેતરો હતા ત્યાં અન્ન ઉગાડવામાં આવતું હતું, ત્યાં મોટી મોટી ઈમારતો બની ગઈ છે તેના સંદર્ભમાં શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “ ગામડાઓ શહેર બની જશે અને ખેતર ગામ બની જશે, વસ્તી વધારો થવાના લીધે અસત્યનો વ્યવાહર વધી જવા પામશે.”  આ વાક્યમાં  હાલની પરિસ્થિતિ જોતા તેમાં કડવ સત્ય છૂપાયેલું છે.
રાજનેતા ચૂંટાઈ આવ્યા પછી સરેઆમ ભ્રષ્ટાચાર કર્યાના દાખલા મળી રહે છે. હાલના સમયે નેતા અને સરકારી અધિકારીઓ ભેગા મળીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેના સંદર્ભમાં શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “રાજનેતા અને સરકારી નોકર ભેગા મળીને સરકારી તિજોરીનો દૂર ઉપયોગ કરશે”
            માણસમાં સંવેદનશીલતા ન હોય ત્યારે માણસ માત્ર હાડમાંસનો માત્ર બની રહે છે. માનવતામાં પરમેશ્વર છૂપાયેલો છે પરંતુ હાલના સમયમાં માનવતા બહુ જ ઓછા લોકોમાં જોવા મળે છે તેના વિશે શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું “લોકોમાં માનવતા, લાગણી જેવા સદગુણો ખત્મ થઇ જશે અને આચાર-વિચારમાં દુરાચારનો વધારો થશે.
            શ્રી રાજારામ મહારાજે કહ્યું હતું કે “મનુષ્ય નાની નાની વસ્તુઓનું સેવન કરશે. સરકાર તરફથી વધુમાં વધુ કર લાગુ કરવામાં આવશે તેનાથી બચવા માટે લોકો ચોરી કરશે. નશો ન કરનાર માણસો પોતાની જાતને પછાત ઘણશે”
            હાલના સમયમાં એકબીજા દેશોએ આધુનિક યંત્રો- શાસ્ત્રો વિકસાવ્યા છે તેના લીધે મનુષ્યજાત સામે ખતરો ઉભો થયો છે તેના વિશે શ્રી રાજારામજી મહારાજે કહ્યું હતું કે “માનવ નિર્મિત યંત્ર સ્વયં મનુષ્યના મૃત્યુનું કારણ બની જશે. માણસો રાસાયણિક જૈવિક અને ભૌતિક યુદ્ધોથી ભયભીત થઇ દોડા દોડ કરશે અને સંસારનું વાતાવરણ ડામાડોળ થઇ જશે. ઘોર કલયુગ આવવાના લીધે જમીનનું તાપમાન વધી જશે તેનાથી બચવા માટે સમૃદ્ધ લોકો પોતાનાનું સ્થાન શોધી લેશે અને ગરીબ લોકો અતિવૃષ્ટિના લીધે ડૂબીને મરી જશે.”         
         શ્રી રાજારામજી મહારાજ ભવિષ્યદ્ર્ષ્ટા હતા તેના અનેક ઉદાહરણ જોવા મળે છે. તેઓએ કરેલી ભવિષ્યવાણી હાલ ૨૧મી સદીમાં બદલાતા સમય વચ્ચે સાચી પડી રહી છે. શ્રી રાજારામજી મહારાજે પોતાના સમયે આવનારું ૧૦૦ વર્ષ પછીનું ભવિષ્ય કેવું હશે તેની ભવિષ્યવાણી કરી હતી તે પ્રમાણે હાલનો મનુષ્ય જીવન વિતાવે છે.
         દેશને આઝાદી મળી ન હતી. દેશમાં રાજાશાહી હતી તે વેળાએ શ્રી રાજારામજી મહારાજ એક ભવિષ્યવાણી કરી હતી. તેનું પ્રમાણ શ્રી રાજારામજી મહારાજના ભજનોમાં-લોકો દ્વારા હાલ પણ સાંભળવા મળે છે.
દેશ આઝાદ થયો ન હતો તે સમયની વાત છે.
સામંતશાહીનો સમય ચાલી રહ્યો હતો. તે વખતે દેશી શાસકો વૈભવ વિલાસમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા પરંતુ શ્રી રાજારામજી મહારાજને દેશી રિયાસતોનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું હતુ. ફૂલૌદી તાલુકાનું જુડપુરિયા ગામની નિવાસી વિશ્નોઈ સમાજની એક મહિલા હતી. તેની સાસરી લૂણી તાલુકાનું રાજપુરિયા ગામ હતું. તે મહિલાને કહ્યું હતું કે “ જાગીરી જતી રહેશે અને જરૂર જશે” એવું કહેવાય છે કે શ્રી રાજારામજી મહારાજે તે મહિલાને દિવસ, તારીખ, વાર અને સમય આમ બધું કાગળ પર લખીને આપ્યું હતું. તે મહિલાએ શ્રી રાજારામજી મહારાજે આપેલી તારીખ અને તિથિ બધું જોધપુર દરબારમાં આપ્યું હતું. તે ભવિષ્યવાણી ૮૦ વર્ષ બાદ સાચ્ચી પડી હતી. દેશ આઝાદ થયા બાદ ભારત દેશના પ્રથમ ગૃહ મંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની સામે તમામ દેશી રજવાડાઓએ સમર્પણ કર્યું હતું.
         શ્રી રાજારામજી મહારાજે ભણતર વિશે પણ ઘણું જ કહ્યું હતું  તેમણે કહ્યુ હતું કે ભણેલા ભલે ઉંમર માં નાના હશે પણ તેમને આગળ બોલાવશે અને અભણ ને ઉંમર માં મોટા હોવા છતાં તેમને કોઈ બોલાવશે પણ નહી । તે અત્યારે બધા જાણીએ છીએ કે શું પરિસ્થિતિ છે  બીજું કહ્યુ હતું કે ભણેલા માણસો વિદેશમાં જાશે અને અભણ કાળી મજૂરી કરવી પડશે । તો તે  આપણે હાલ જોવા મળી રહયો છે પછી કહ્યું કે ભણેલા લોકો આકાશમાં માર્ગ બનાવશે અને અભણ ગોથા ખાશે। તો અત્યારે ભણેલા પાયલોટ થઈ અેરોપલેન આકાશમાં ચલાવે છે અને અભણ સરકારી ઓફિસોમાં ધક્કા ખાય છે.
શ્રી રાજારામજી મહારાજને ભવિષ્યમાં આવનાર સમય વિશે સુઝ હતી તે ભગવાન તરફથી મળેલું  વરદાન હતું
                   | અમુક દાખલા |
   (1)  રાજાશાહી ગઈ લોકશાહી આવી, રજવાડાં ગયા સરકાર થઇ
   (2) જાપાન પુર અને ભૂકંપ હોનારત, બનાસકાંઠા પુર હોનારત 2017
   (3) ભાજપ કહે છે કે અમે અયોધ્યામાં રામમંદિર બનાવીશું, કોંગ્રેસ કહે છે કે અમે મજિદ બનાવીશું આ ભગવાનના નામે પણ રાજકારણ
  (4) કોર્ટ અત્યારે પૈસાની થઇ ગઇ, વધારે પૈસા આપી સારો વકીલ રાખી કેશ જિતી લો
  (5) 2 કૌભાંડ, કોલસા કૌભાંડ, મગફળી કૌભાંડ
  (6) રુચ અમેરિકા, ચન, પાકિસ્તાન, વગેરે
  (7) અેવાકેટલાય દાખલા છે બધાય ને અત્યારે નજરે।              જોવા મળી રહ્યા છે
            જયશ્રી રાજારામજી જય હો
   આ બધું ખોટું નથી નજરે જોવા માટે મુલાકાત કરી શકો છો
(1) રાજસ્થાન ના શિકારપુરા તા. લુણી જી. જોધપુર
(2) ગુજરાત  ના મોટામેશરા તા. થરાદ જી. બનાસકાંઠા
       Creted by : P. S. Patel. B. K. Gujarat
       Edited by : Naresh Rajput
       Public by : Indian news
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon