Amazon Best Discount Deals

મગફળી કૌભાંડમાં આરોપીનો ઓડિયો વાયરલ: સાંભળો કૌભાંડ ડામી દેવા કેવા કીમિયા કરાયા

મગફળી કૌભાંડમાં આરોપીનો ઓડિયો ક્લિપ વાયરલ સાંભળો કૌભાંડ ડામી દેવા કેવા પ્લાન કર્યા 

        
           જેતપુરના પેઢલા ગામે થયેલા મગફળી કૌભાંડમાં પોલીસે 22 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે સૌરાષ્ટ્ર વેર હાઉસના મેનેજર મગન ઝાલાવડિયાની ત્રણ ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. તેમાં તેણે ફરિયાદ રોકાવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ ઓડિયોક્લિપમાં તે કોઈ માનસિંગ નામના વ્યક્તિને કહ્યું કે, રાજેશભાઈને કહી બી.એમ. મોદીને ફોન કરાવો નંબર જોઈતો હોય તો આપું પણ ફરિયાદ થતી અટકાવો.
                         👇ઓડિયો ક્લિપ 👇
મગન ઝાલાવડિયા અને માનસિંગ વચ્ચે થયેલી વાતચીત
           મગનભાઈ: માનસિંગભાઈ હવે જો સમાધાનમાં જો કાઈ ગણિત હોય તો મે નાફેડમાં વાત કરી લીધી છે. પણ મિનિસ્ટ્રી ગુનો દાખલ કરવાનું કે છે. મિનિસ્ટ્રીમાં તમે કહેવડાવી દો કે પોલીસમાં તમે ટાઢું પાડી દો. કિરીટ પટેલને અને આપણા સાંસદ રાજેશભાઈને કહી ફોન કરાવી કહો કે પ્રેશર કરોમાં અમે પુરૂ કરી નાખશું. ઉપરથી ટાઢું પાડો એટલે બે દિવસમાં રસ્તો નીકળી જશે.
        માનસિંગભાઈ : નાફેડમાં મે ફોન કર્યો ત્યારે મને એવું કહ્યું કે, અમને કાઈ ખબર જ નથી.
       મગનભાઈ : આ રોહિત અહીં ફોન પર ફોન કરી ઠેકડા મારે છે. એને બધાને નો ખબર હોય તેના બોસને જ ખબર હોય ને... પેલા તો તમે મંડળીવાળા મુલુભાઈ સાથે વાત કરી લ્યો અને તેને પૂછો કે જો તમે સમાધાન માટે તૈયાર હો તો હું બધો રસ્તો કાઢી લવ.
        માનસિંગભાઈ : એની સાથે વાત થઈ કાલે વિકાસ કમિશ્નરમાં મારે તારીખ છે એ પતાવીને અમે બંને તમારી પાસે આવીશું.
        મગનભાઈ : મારી પાસે આવવા કરતા પેલા તમે ઉપરથી પ્રેશર બંધ કરાવી દો. હું બે દિવસ ગોડાઉન ખોલીશ જ નહીં. કેમ કે gsw વાળાને પણ કહી દીધું છે કે ગમે તેની ડિલિવરી હોય તમે ગોડાઉન નો ખોલતા નહીં તો પ્રેસ-મિડિયા અને પોલીસવાળા પહોંચી જાશે. બાકી મને પણ પ્રેસવાળાનો ફોન આવે તો હું એમ જ કવ છું કે એક-બે બોરી એવી કોઈએ મૂકી દીધી હોય તો કેમ નક્કી થાય. આ અમારૂ કામ છે અમે જોઈ લેશું.
        માનસિંગભાઈ : મુલુભાઈને કહી દાવ કે કાલે ફળદુ સાહેબ પાસે આવી જાય
         મગનભાઈ : હા એને કહો ફળદુ સાહેબને કહી દે આ ખરાબ મગફળી મારી એટલે કઈ નો થાય.
        આ મગફળી કૌભાંડના સૂત્રધાર મગન ઝાલાવડિયાએ કરેલા પ્રયાસોની અન્ય બે ઓડિયો ક્લિપ પણ સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ છે. જેમાં તેણે ફરિયાદ થતી અટકાવવા માટે તંત્ર ઉપર દબાણ લાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હોવાનું સ્પષ્ટ સાંભળી શકાય છે. માનસિંગ નામના શખ્સ સાથે મગને કરેલી વાતચીતમાં પોલીસ અને તંત્રના હાથ પોતાના સહિતના અન્ય આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં પોતે બધું પતાવી દેવાની ગોઠવણ કરતો હોવાનું પણ આ ઓડિયો ક્લિપની વાત પરથી સ્પષ્ટ સમજી શકાય છે.
           ઉલ્લેખનીય છે કે માનસિંગ જૂનાગઢ તાલુકા પંચાયયના સભ્ય છે. અને કોંગ્રેસમાંથી 10 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હોવાનું તેમજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી જીત્યા હોવાનું સામે આવ્યું છે.
             
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon