Amazon Best Discount Deals

ઉપવાસ આંદોલન: સરકાર એ ખેલ્યો નવો દાવ હવે શું કરશે હાર્દિક | Hardik patel tensan in Goverment


ઉપવાસ આંદોલન: સરકાર એ ખેલ્યો નવો દાવ હવે શું કરશે હાર્દિક

Hardikpatel
Hardikpatel
         પાટીદાર અનામત આંદોલન ના યુવા નેતા હાર્દિક પટેલનું ઉપવાસનું ‘ગ્રાઉન્ડ’ છીનવાઈ જાય તેવી શક્યતા છે. ચોંકશો નહિ, અહીં અમે વાત જગ્યાની કરી રહ્યા છીએ !

         હાર્દિક પટેલ દ્વારા 25 ઓગસ્ટના રોજ અમદાવાદથી આમરણાંત ઉપવાસ શરુ કરવાનું આયોજન છે. આ માટે તેણે મોટી સંખ્યામાં હાજર રહેવા પાટીદાર યુવકોને હાંકલ કરી હતી. હાર્દિકે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેમજ પાટીદાર યુવકોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓને લઈને હું આમરણાંત ઉપવાસ કરી રહ્યો છું.

         જો કે, હાર્દિક દ્વારા જે સંભવિત સ્થળે ઉપવાસ કરવાનું આયોજન હતું તે સ્થળ એટલે કે નિકોલ વિસ્તારનું એ ગ્રાઉન્ડ જ્યાં હાર્દિકે તાજેતરમાં એક સભા કરી હતી તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને “પાર્કિંગ ઝોન” જાહેર કર્યું છે. એએમસી દ્વારા આ સ્થળે ‘ફ્રી પાર્કિંગ પ્લોટ’ના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળની મંજૂરી મળે તે માટે હાર્દિકે હાઇ કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. હાલમાં ગુજરાત વડી અદાલતના આદેશને અનુસરીને અમદાવાદમાં ગેરકાયદે દબાણો અને ટ્રાફિક નિયમનની કામગીરી ભારે જોરશોર અને સફળતાપૂર્વક ચાલી રહી છે.
           આ અંગે પ્રતિક્રિયા આપતા પાસના પ્રવકતા નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, આ સરકાર ની તાનાશાહીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. પાસ ટીમે આમરણાંત ઉપવાસ માટે માંગેલ ગ્રાઉન્ડ જનરલ ડાયરના કહેવાથી કોર્પોરેશને પાર્કિંગ ઝોન જાહેર કર્યું. અચાનક કોર્પોરેશને ફ્રી પાર્કિંગ પ્લોટ ના બોર્ડ માર્યા છે. અમે સરકારને કહેવા માંગીએ છે કે પરમિશનની પાટીદાર સમાજને કાઈ જરૂરિયાત નથી. હાર્દિક પટેલના એક અવાજ પર અમે રસ્તા પર આમરણાંત ઉપવાસ કરીશુ.પછી કાયદા અને વ્યવસ્થા ની જે સ્થિતિ થશે તેની જવાબદારી ગૃહ મંત્રી ની રહશે
         આ પૂર્વે આજે એટલે કે 8 ઓગસ્ટના રોજ 25મી ઓગસ્ટના આમરણાંત ઉપવાસને ધ્યાનમાં રાખીને હાર્દિક પટેલ દ્વારા સૌરાષ્ટ્રમાં એક સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે. જેતપુરના મોટા દળવા ગામ ખાતેથી આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો ઉમટી પડ્યા હતા. યાત્રા શરૂ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખુરશી સલામત છે તે માટે તેમણે મારો આભાર માનવો જોઈએ.
          સંકલ્ય યાત્રા દરમિયાન હાર્દિક પટેલે ખેડૂતોના પ્રશ્નો ઉઠવ્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે, “ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને અમારી લડત યથાવત છે.” મગફળી કૌભાંડ બીજેપીના પૂર્વ મંત્રી ચીમન શાપરિયાના સમયગાળા દરમિયાન થયું હોવાનું તેમજ આ કૌભાંડો એપીએમસી અને ડિસ્ટ્રિક્ટ બેંકો મારફતે ચલાવવામાં આવતા હોવાનો હાર્દિકે આક્ષેપ કર્યો હતો.

Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon