Amazon Best Discount Deals

નવી સરકારમાં આ ૧૨ ચહેરાઓ પણ બનશે મંત્રી

      ગુજરાતમાં ભાજપની સતત છઠ્ઠી વખત સરકાર બની રહી છે, ત્યારે નવી સરકારમાં અનેક નવા ચહેરાઓ પ્રધાનમંડળમાં જોવા મળી શકે છે. કેમ કે ભાજપના કેટલાક જુના ચહેરાઓને આ વખતે ટિકિટ નહોતી મળી અને તેમાંથી જેમને મળી હતી તેવા કેટલાક પ્રધાનો અને જાણીતા ચહેરાઓ ચૂંટણીમાં હારી ગયા છે. લગભગ 12 જેટલા નવા ચહેરાઓ જોવા મળી શકે છે. જ્યારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન બંને હોદ્દા પર કોઈ ફેરફાર આવશે તેવી શક્યતા હાલ નથી.
              

     મંત્રીમંડળમાં આ વખતે સરકારમાં ગ્રામ્ય વિસ્તારોના નેતાઓને વધુ મહત્વ આપવામાં આવશે. પક્ષે હજુ સુધી કેબિનેટ પ્રધાનોના નામ માટે અંતિમ વિચારણા શરુ કરી નથી. ભાજપ રાજ્યના તમામ સમાજ અને તમામ જિલ્લાને સરખા ભાગે મહત્વ આપશે. તેમજ કેબિનેટમાં પણ નવા ચહેરાની સાથે અનુભવીઓનું પણ સરખેભાગે સ્થાન હશે. 2019ની લોકસભા ચૂંટણીઓને ધ્યાને રાખી રહ્યા છે જેથી તેના આધારે નવી કેબિનેટના નામ જાહેર કરવામાં આવશે.
        મુખ્યપ્રધાનથી લઈને કેબિનેટ મિનિસ્ટર અને સ્પીકર સુધીના નામો નક્કી કરવા માટે સેન્સ લેવા કેન્દ્રમાંથી ગુજરાત ચૂંટણી ઈનચાર્જ અરુણ જેટલી અને ભાજપના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા સરોજ પાંડે ઓબર્ઝવર તરીકે આગામી 22 ડિસેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. જે બાદ સત્તાવાર યાદી પ્રકાશીત થાય તેવી શક્યતા છે. જ્યારે નવી સરકાર આગામી 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાને અને ભાજપના વરિષ્ઠ નેતા અટલબિહારી વાજપેયીના જન્મ દિવસે શપથ લેશે તેવા અહેવાલ સાંપડી રહ્યા છે.

કેબિનેટ માટે ચર્ચાતા નામ

કૌશિક પટેલ

પ્રદિપસિંહ જાડેજા

આર.સી. ફળદુ

સૌરભ પટેલ

જીતુ વાઘાણી

વિભાવરીબેન દવે

પુરુષોત્તમ સોલંકી

ગણપત વસાવા

વાસણ આહિર

નિમા આચાર્ય

ઇશ્વરસિંહ પટેલ

દિલિપ ઠાકોર

અરવિંદ પટેલ

પબુભા માણેક

નરેશ પટેલ

શમ્ભુજી ઠાકોર

ભુપેન્દ્ર પટેલ

સી.કે. રાઉલજી

જયદ્રથસિંહ પરમાર

હિતુ કનોડિયા

જયેશ રાદડિયા

ભરતસિંહ ડાભી

સંગિતા પાટિલ

પંકજ દેસાઈ

પરબત પટેલ

રાજેન્દ્ર ત્રિવાદી

વલ્લભ કાકડિયા

ધનજી પટેલ

જેઠા ભરવાડ

શૈલેશ મેહતા
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon