Amazon Best Discount Deals

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં આ તારીખે આવશે રાજ્યભરમાં વરસાદ | Indian News online Gujarati all Gujarat monsoon high alert

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં આ તારીખે આવશે રાજ્યભરમાં વરસાદ

Gujarat 
       રાજ્યમાં વરસાદે લાંબા વિરામ બાદ પધરામણી કરી છે ત્યારે હવે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદ આવી શકે છે. 
       જ્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતા 26 તારીખે સમગ્ર રાજ્યમાં વરસાદ આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં જૂનાગઢ, જામનગર, દ્વારકા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
          મહત્વનુ છે કે, અત્યાર સુધી રાજ્યમાં મોસમનો 69 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
         ગુજરાતમાં ફરીથી મેઘ પધરામણી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ પણ બિલકુલ વરસાદ વરસ્યો નથી, જેથી ખેડૂતો આતુરતાથી વરસાદની વાટ જોઇ રહ્યા છે.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon