Amazon Best Discount Deals

રાજ્યમાં વધુ એક કૌભાંડ, બનાસકાંઠામાં 400 કરોડની મગફળી ક્યાથી આવી । banaskhantha mungfali kobhod | North Gujarat, banaskhatha

રાજ્યમાં વધુ એક કૌભાંડ, બનાસકાંઠામાં 400 કરોડની મગફળી ક્યાથી આવી?

Mungfali konbhod
બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડ 
         રાજ્યમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા માંથી વધુ એક મગફળી કૌભાંડ સામે આવ્યું છે.
         બનાસકાંઠાના ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમણે કયારેય પણ મગફળી વાવી નથી તેમ છતા તેમના નામ પર મગફળીની ખરીદી કરવામાં આવી છે અને તેમના ખાતામાં ખરીદીના નાણા જમા થયા અને કોઇયે ઉપાડી પણ લીધા. આ કૌભાંડમાં બનાસ ડેરીના સાધીશો પર આરોપ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.
        બનાસકાંઠામાં 2017માં ભયંકર પૂરના કારણે જમીનો ધોવાઈ ગયાને પાક નિષ્ફળ ગયા હતા જેની સરકાર દ્વારા ખેડૂતોને સો ટકા સહાય આપવામાં આવી છે અને ખેડૂતોએ તે સહાયનો લાભ પણ લીધો છે.
       ત્યારે પ્રશ્ન એ થાય છે કે, જો 2017માં પૂરમાં પાક નિષ્ફળ ગયો હોય તો આ મગફળીની ખરીદી ક્યાંથી થઇ છે અને બનાસકાંઠામાં જે 400 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી થઈ છે તે મગફળી ક્યાંથી આવી?
       ત્યારે વાવના ધારાસભ્ય આક્ષેપ કર્યા હતા કે, બનાસકાંઠામાં મોટાભાગે રાજસ્થાનથી મગફળી લાવીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે રાજસ્થાનમાંથી 400થી 500 રૂપિયા ના ભાવે મગફળી લાવીને બનાસકાંઠામાં 900 રૂપિયા ના ટેકાના ભાવે વેચવામાં આવી છે અને સરકારના મળતિયાઓ દ્વારા સસ્તી મગફળી ખરીદીને મોંઘા ભાવે વેચીને કરોડો રૂપિયાનો કૌભાંડ આચરયા હોવાનું હાલ આવ્યો છે.
         હાલ ભાભર માર્કેટ યાર્ડ ખાતે 200થી વધુ ખેડૂતોના ટોળા એકત્રિત થઈ વાવના ધારાસભ્ય ને રજૂઆત કરી હતી કે, મગફળી કૌભાંડ બાબતે યોગ્ય તપાસ થયા ને જે આ કૌભાંડ કર્યું છે તેમને સજા થાય.
          બનાસકાંઠામાં પણ ખેડૂતોને થોડા રૂપિયાનું કમિશન આપીને ખેડૂતોના નામે મગફળી ખરીદી અને તેમના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવ્યા છે અને તે ખેડૂતના ખાતામાંથી પૈસા ઉપાડી ને ખેડૂતોને થોડું કમીશન આપવામાં આવ્યા ન હાલ બહાર આવ્યું છે.
           ગેનીબેન ઠાકોરએ માંગ કરી છે કે, બનાસકાંઠામાં જે ચેરમેનો દ્વારા કે પૂર્વ મંત્રી દ્વારા મગફળીમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તે તપાસ થાય અને જે આ કૌભાંડમાં સંડોવાયેલા છે તેમને સખત સજા થયા અને તેમને રાજીનામું આપવાની પણ માંગ કરી છે અને મગફળી કૌભાંડ કરનાર સામે પોલીસ કાર્યવાહી થાય અને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
          હાલ ભાભરના બે ખેડૂતોના ખાતામાંથી મગફળી ખરીદીને બારોબાર પૈસા ઉપાડી લેવાનું સામે આવ્યું છે ત્યારે આજે ભાભર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો એકત્રિત થઈને વિરોધ દર્શાવ્યો હતો અને આ કૌભાંડ કાર્ય સામે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી હતી.
          
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon