Amazon Best Discount Deals

આગામી આ બે દિવસોએ તંત્રએ રાજ્યની જનતાને સાવધ રહેવા કરી અપીલ | Gujarat rain Alert | Gujarat monsoon high alert

આગામી આ બે દિવસોએ તંત્રએ રાજ્યની જનતાને સાવધ રહેવા કરી અપીલ
Gujarat monsoon
Gujarat rain Alert 
         રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. ત્યારે હવે હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા ગુજરાતમાં 18 અને 19 ઓગસ્ટે ભારે વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેને પગલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. અમદાવાદ સહિત રાજય ના વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલ જીલ્લામાં થયો છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામતાં ડિઝાટર વિભાગ ફરી એક્ટિવ થયું છે.
       હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 ઓગસ્ટે વડોદરા, મહિસાગર, બોટાદ, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ થવાના એંધાણ છે. વડોદરા. અમદાવાદ. સુરત અને ગીર સોમનાથમાં પણ વરસાદની વકી છે. તો 19 ઓગસ્ટે નવસારી, સુરત, ભરૂચ જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કુલ 209 તાલુકામાં  સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તો 84 તાલુકાઓ વીજળી ગુલ થઈ ગઈ હતી. ગાંધીનગરના દહેગામ, સુરેન્દ્રનગર, તાપી, મહિસાગર તથા ડાંગમાં ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેરપ્રસરી છે. દહેગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા
       
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon