Amazon Best Discount Deals

SBIએ ગ્રાહકોને આપી સુચના આ SMS કરો બ્લોક નહીં તો ખાલી થઇ જશે એકાઉન્ટ | SBI costamer Alert

SBIએ ગ્રાહકોને આપી સુચના આ SMS કરો બ્લોક નહીં તો ખાલી થઇ જશે એકાઉન્ટ 

Sbi
SBI Alert 
           દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકોને એક ચેતવણી આપી છે. SBIએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર એક મેસેજ શૅર કર્યો છે. જેમાં જાણકારી આપવામાં આવી છે કે, બેંકના નામ પર એક ફર્જી SMSની મદદથી બેંક એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યુ છે. બેંકના ગ્રાહકોની વ્યકિતગત જાણકારી માંગવામાં આવી રહી છે. SBIએ એલર્ટ જારી કર્યુ છે કે, બેંક ક્યારેય પોતાના ગ્રાહકોની પાસે જાણકારી SMSની મદદથી માંગતી નથી. SBIના આ ચેતવણી એ સમય પર સામે આવી છે, જ્યારે RBIના નામે લોકો સાથે ફ્રોડ કરનારી એક ગેંગ પકડવામાં આવી છે.
Download
👆 हमारी ऐप यहाँ से डाउनलोड करें 👆
               

           શું આપી છે SBIએ સુચના 

SBIએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વિટ કરી છે. તેણે ગ્રાહકોને એલર્ટ રહેવા જણાવ્યું છે. બેંકે કહ્યું કે નકલી SMS કરવામાં આવી રહ્યાં છે. જેમાં જાણકારી માંગવામાં આવે છે. આ SMSથી દૂર રહો અને બ્લોક કરી દો. SBIએ એમ પણ કહ્યું છે કે જો કોઈ ગ્રાહકે પોતાની વ્યક્તિગત જાણકારી આપી દીધી હોય તો SBIને તેની જાણ કરી શકે છે.
 SBIએ જણાવ્યું છે કે નકલી SMSમાં એક લિંક પણ આપવામાં આવે છે. જો તમે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરશો તો તેમાં તમારા નામ, એડ્રસ, ઈમેઈલ, પાસવર્ડ, કાર્ડનંબર, કાર્ડની વેલિડિટી અને એક્સપાયરી ડેટ તથા કાર્ડનો CVV નંબર માંગવામાં આવે છે. SBIએ કહ્યું છે કે ગ્રાહક આવી કોઈ પણ જાણકારી આપવાથી બચે અને સંદેશ મોકલનાર નંબરને તરત જ બ્લોક કરી નાખે.
         ઓનલાઈન ફ્રોડથી બચવા માટે SBIની 9 ટિપ્સ
SBIએ ઓનલાઈન વધતા ફ્રોડને જોતા યૂઝર્સ માટે 9 ટિપ્સ આપી છે. જેનો ઉપયોગ કરીને તમે એકાઉન્ટને કોઈ પણ પ્રકારના જોખમથી બચાવી શકો છો. બેંકે કહ્યું કે ઈન્ટરનેટ બેંકિંગ કરવા માટે અન્ય વિકલ્પો ન શોધો. તેના કરતા સીધા બેંકની સાઈટ પર જઈને જ તેનો ઉપયોગ કરો.
         ઈન્ટરનેટ બેંકિંગ માટે  www.onlinesbi.com પર જાઓ. તમારો પાસવર્ડ કે પિન નંબર કોઈને ન બતાવો. આવી જાણકારી માંગનારા લોકોના ઈ-મેઈલને અવગણો. પબ્લિકમાં ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ ન કરો. એન્ટી વાયરસ એપ્લિકેશનથી તમારા કોમ્પ્યુટરને ક્લિન કરો. ઓપરેટિંગ સિસ્ટમમાં File & printing Sharing વિકલ્પ ઈનએક્ટિવ રાખો. જરૂર ન હોય તો કોમ્પ્યુટર બંધ રાખો. ઈન્ટરનેટ બ્રાઉઝર પર તમારા આઈડી અને  પિનને સેવ ન રાખો. એકાઉન્ટથી કરાયેલી લેવડદેવડની નિયમિત તપાસ કરો. 
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon