Amazon Best Discount Deals

માર્ગ અને મકાન વિભાગમાં 150 એન્જિનિયરની કરાશે ભરતી, પગાર 35 હજાર સુધી

માર્ગ અને મકાન વિભાગમાં 150 એન્જિનિયરની કરાશે ભરતી, પગાર 35 હજાર સુધી

Job vacancy 
          એજ્યુકેશન ડેસ્કઃ માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની વિવિધ કચેરીઓમાં 11 માસના કરાર પર 150 ઇજનેરી સહાયક(મદદનીશ ઇજનેર) અને 50 જેટલા ઇજનેરી સહાયક(અધિક મદદનીશ ઇજનેર)ની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં મદદનીશ ઇજનેરને 35 હજાર જ્યારે અધિક મદદનીશ ઇજનેરને 30 હજાર રૂપિયા માસિક પગાર પેટે ચુકવવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2018 છે, અરજી ઓનલાઇન કરવાની રહેશે.
         પોસ્ટઃ ઇજનેરી સહાયક(મદદનીશ ઇજનેર)
જગ્યાઃ 150
         શૈક્ષણિક લાયકાતઃ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયર. 
          પગાર ધોરણઃ 35 હજાર રૂપિયા(11 મહિનાના કરાર માટે)
           વય મર્યાદાઃ 21થી 35 વર્ષ સુધી

          પોસ્ટઃ ઇજનેરી સહાયક(અધિક મદદનીશ ઇજનેર)
          જગ્યાઃ 50
          શૈક્ષણિક લાયકાતઃ સરકાર માન્ય ટેક્નિકલ શિક્ષણ બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા જરૂરી 
          પગાર ધોરણઃ 30 હજાર રૂપિયા(11 મહિનાના કરાર માટે)
          વય મર્યાદાઃ 21થી 35 વર્ષ સુધી

         અરજી કરવાની રીતઃ અહીં જણાવેલી પોસ્ટ પર અરજી ઓનલાઇન કરવાની રહેશે. https://ojas.gujarat.gov.in/ પર જઇને જરૂરી માહિતી વાંચીને અરજી કરવી.
          અરજી કરવાની અંતિમ તારીખઃ 31 ઓગસ્ટ 2018
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon