Amazon Best Discount Deals

ઉપવાસ આંદોલનમાં ઉદ્વવ ઠાકરે, મમતા, અરવિંદ કેજરીવાલ હાજર રહેશે, હાર્દિકનો દાવો | Indian News online Gujarati Patidar anamat andolan

ઉપવાસ આંદોલનમાં ઉદ્વવ ઠાકરે, મમતા, અરવિંદ કેજરીવાલ હાજર રહેશે, હાર્દિકનો દાવો

Hardikpatel 
         ૨૫ ઓગસ્ટથી શરૂ થનારા ઉપવાસ આંદોલનમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ આવશે. આવો દાવો પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલે કર્યો છે.
        પાટીદારોના ઉપવાસ આંદોલન માટે ગુજરાત સરકાર કે અમદાવાદ પોલીસે હજુ સુધી મંજૂરી આપી નથી. હાર્દિક પટેલના કહેવા મુજબ સરકાર ગાંધીનગરમાં મંજૂરી આપશે તો ગાંધીનગર, નિકોલમાં આપે તો નિકોલમાં અને મંજૂરી ન આપે તો હું ઘરે બેસીને પણ પાટીદારોને અનામત મળે, ખેડૂતોના દેવા માફ થાય તેના માટે ૨૫મી ઓગસ્ટથી ઉપવાસ આંદોલન કરીશ. જેમાં પાટીદાર આંદોલનકારીઓ ઉપરાંત, પાટીદાર ધારાસભ્યો પણ જોડાશે. પશ્ચિમ બંગાળ, દિલ્હીના મુખ્યમંત્રીઓ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, શિવસેના સુપ્રિમો સહિત લોકશાહી માટે લડનારા તમામ નેતાઓને ઉપસ્થિત રહેશે.
        આ તમામની આગેવાનો સાથે મારે ફોન ઉપર વાત થઈ છે. તેમણે સર્મથન આપ્યુ છે અને ઉપવાસ આંદોલનમાં તબક્કાવાર પાટીદારો, ખેડૂતોના સર્મથન માટે ગુજરાત પણ આવશે. આંદોલન માટે સરકાર મંજૂરી આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon