Amazon Best Discount Deals

કેરળ: પૂર પીડિતો માટે Paytmના અબજોપતિ માલિકનું 10,000નું દાન જોઈ યુઝર્સ ભડક્યા | Twitter users trolled Paytm CEO Vijay Shekhar for his ten thousand rupees donation

કેરળ: પૂર પીડિતો માટે Paytmના અબજોપતિ માલિકનું 10,000નું દાન જોઈ યુઝર્સ ભડક્યા | Twitter users trolled Paytm CEO Vijay Shekhar for his ten thousand rupees donation

Kerala donate
Pytm 
          ઓનલાઇન પેમેન્ટ પોર્ટલ Paytmએ કેરળ પૂર પીડિતો માટે 'કેરળ પૂર' નામથી ડોનેશન કેમપેઇન ચલાવ્યું છે, જેનાથી લોકો પૂર પીડિતો માટે થોડા રૂપિયાનું દાન કરી શકે. Paytmના સીઈઓ વિજય શેખર શર્માએ પણ તેના દ્વારા માત્ર 10 હજાર રૂપિયાનું દાન કર્યું, જેના પછી સોશિયલ મીડિયા પર લોકોએ તેમની ટીકા કરી હતી. વિજય શેખરે શુક્રવારે 10 હજાર રૂપિયાનું દાન આપ્યાનો સ્ક્રિનશોટ ટ્વિટર પર શેર કર્યો હતો, પણ લોકોનું કહેવું છે કે આટલી મોટી કંપનીના સીઈઓ હોવા છતાં તેમણે માત્ર 10 હજાર રૂપિયા જ દાન કર્યા.
          8 વર્ષની બાળકીએ 9 હજાર અને અરબપતિએ માત્ર 10 હજાર રૂપિયા આપ્યા:
વિજય શેખર શર્માએ 10 હજાર રૂપિયા દાન કર્યાની ટ્વિટ પર યુઝર્સે મોટાપાયે ટીકા કરી. એક યુઝરે લખ્યું કે '8 વર્ષની અનુપ્રિયાએ પોતાની બચતમાંથી 9 હજાર સેવિંગ કરીને કેરળના પૂર પીડિતોને દાન કર્યું, પણ વિજય શેખરે અરબપતિ થઈને પણ માત્ર 10 હજાર રૂપિયા આપી શક્યા.
         તમિલનાડુના વિલુપુરમ જિલ્લામાં રહેતી બીજા ધોરણની અનુપ્રિયાએ પોતાનું બચત ભંડોળ તોડીને 9 હજાર રૂપિયા કેરળ પૂર પીડિતોને દાન કર્યા. અનુપ્રિયા છેલ્લા 4 વર્ષથી સાયકલ ખરીદવા માટે પૈસા ભેગા કરી રહી હતી.
       આ પહેલા પણ સેનાને ઝંડા માટે આપ્યા હતા 501 રૂપિયા:
આવું પહેલીવાર નથી થયું કે જયારે વિજય શેખર શર્મા ટીકાના ભોગ બન્યા હોય. આ પહેલા ડિસેમ્બર 2017માં 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ' પર પણ વિજય શેખરે માત્ર 501 રૂપિયા દાન કર્યા હતા
          જોકે, 1949થી દર 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે સેનાના કર્મચારીઓના કલ્યાણ માટે ભારતની જનતા પાસેથી ડોનેશન લેવામાં આવે છે.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon