Amazon Best Discount Deals

ડીસાની ગાયોને બચાવવા ગુજરાત ઠાકોર સેનાએ હાથ લંબાવ્યો , ટ્રકો ભરીને મોકલ્યો ઘાસચારો । bagging for cow in deesa than thakorsena send grass to deesa । gujarati news

ડીસાની ગાયોની બચાવવા ગુજરાત ઠાકોર સેનાએ હાથ લંબાવ્યો , ટ્રકો ભરીને મોકલ્યો ઘાસચારો

               
         બનાસકાંઠાના ડીસા તાલુકાના પાંજરાપોળ સંચાલકો સરકારે જાહેર કરેલી સહાય ન ચૂકવતાં રોષે ભરાયા હતા. જેના વિરોધમાં ગાયોને રોડ પર છૂટી મૂકીને આવતા જતાં વાહનચાલકો પાસે ભીખ માંગીને ગાયોનો નિર્વાહ માટે પ્રયાસ કરીને સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. તો ગાયોને ચારો મળી રહે તેવા ઉદ્દેશ્યથી અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી ડીસાના પાંજરાપોળોને લીલો અને સૂકો ચારો ટ્રકો ભરીને રવાનો કર્યો હતો. ક્ષત્રિયસેનાએ ટ્રકો ભરીને ચારો બનાસકાંઠા રવાના કર્યો છે.

     સરકારે આંખ આડા કાન કરતા 55 હજાર પશુઓની હાલત કફોડી બની

     બનાસકાંઠા જિલ્લાના 97 જેટલા ગૌશાળાના સંચાલકો છેલ્લા દોઢ માસ ઉપરાંતથી પશુ સહાય અને માંગ કરી હોવા છતાં સરકાર દ્રારા કોઈ જવાબ ના આપતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર જોડે બેઠક યોજી હોવા છતાં કોઈ પરિણામ ના મળતા આખરે શનિવારે વહેલી સવારે ગૌશાળાના અને પાંજરાપોળના સંચાલકોએ પોતાની તમામ પાંજરાપોળના સંચાલકોએ તેમના પશુઓ સરકારી કચેરી ખાતે છોડી દેવા નીર્ધાર કર્યો હતો.
                       

       પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક યોજી ખાલી હૈયાધારણા આપી

       રાજપુર ડીસા પાંજરાપોળના સંચાલકો દ્રારા વહેલી સવારે એક હજાર કરતા વધારે ગાયો રોડ પર છોડી મુકતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જોકે બાદમાં ડીસા એસ.ડી. એચ.એમ.પટેલ, ડીસા મામલતદાર પી.આર.ઠાકોર , પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, સહિત ડીવાયએસપી એચ.કે.વાઘેલા સહિત પોલીસ કાફલો તેમજ જિલ્લા એલ.સી.બી.ની ટિમ ખડકાઇ ગઈ હતી. જોકે વહીવટી તંત્ર એ પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક યોજી ખાલી હૈયાધારણા આપી હતી.
loading...

              ગૌસેવકોનું પાંજરાપોળને સમર્થન હતું

     ગૌશાળાના સંચાલકો તેમના ગાયો છોડવાને લઈ તેમના અડગ નિર્ણય પર યથાવત રહયા હતા. તો બીજી તરફ ડીસામાં તમામ ગૌસેવકોએ પાંજરાપોળના સંચાલકોને સમર્થન આપી શહેરના બગીચા ચાર રસ્તા પાસે ગાયો માટે ભીખ માગી દાન એકત્રિત કર્યું હતું. જેમાં તમામ ગૌરક્ષકો બેનર અને વાટકા લઈ ભીખ માંગી "સરકાર તો ગાયો માટે સહાય નથી આપતી પણ આપ તો ગાયો માટે દાન કરો" નું જણાવી ગાયો માટે દાન એકત્રિત કર્યું હતું. તો બપોર સુધી રાજપુર પાંજરાપોળના સંચાલકો દ્રારા કામધેનુ ગાયોને સરકારના હવાલે કરવાના આશ્રય સાથે રસ્તા પર છોડી મુકવામાં આવી હતી.
         

Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon