Amazon Best Discount Deals

હાર્દિકની ઘરેથી ઉપવાસ કરવાની તૈયારીઓ, અમદાવાદમાં ધારા 144 લાગુ, 4થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે | ahemdavad Gujarat 144 act, Hardikpatel, pas Patidar andolan

હાર્દિકની ઘરેથી ઉપવાસ કરવાની તૈયારીઓ, અમદાવાદમાં ધારા 144 લાગુ, 4થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે
Hardik patel
Hardikpatel 
       અમદાવાદ: આગામી 25 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ કરવા માટે અમદાવાદના નિકોલની ગ્રાઉન્ડ મંજૂરી સમક્ષ માંગી હતી. પરંતુ પોલીસે મંજૂરી ન આપતા હાર્દિક પટેલે ઉપવાસનું સ્થળ બદલીને અમદાવાદને બદલે ગાંધીનગરના સેક્ટર-6માં આવેલા સત્યાગ્રહ છાવણીની મંજૂરી માંગી છે. જો તેનેમંજૂરી નહીં આપવામાં આવે તો તે વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા પોતાના ઘર 'છત્રપતિ નિવાસ' નિવાસસ્થાને ઉપવાસ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ વચ્ચે શહેર પોલીસ કમિશનરે અમદાવાદમાં 60 દિવસ માટે ધારા 144 લાગુ કરી છે. આમ ૪ વ્યક્તિથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. જો ચારથી વધુ લોકો એકઠા થશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
         ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે અમદાવાદના નિકોલમાં ઉપવાસની મંજૂરી ન મળે તો પણ કોઈપણ ભોગે આ જ સ્થળે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.
         ગાંધીનગર પાસના કન્વીનર ઉત્પલ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી છે, અને જો કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ દરમિયાન ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ગાંધીનગરમાં ઉપવાસ માટે મંજૂરી આપવી કે નહીં, તે બાબતે પોલીસ રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે.
         આ પહેલા તેણે આમરણાંત ઉપવાસના માટે નિકોલમાં આવેલા પ્લોટની મંજૂરી માટે અમદાવાદના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી. જોકે આમ છતાં તેને કોઈપણ ગ્રાઉન્ડની મંજૂરી આપવામાં આવી નહોતી.
           અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે. આ અગાઉ હાર્દિકે કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરી હતી. જેમાં નિકોલના મેદાનની માંગ કરી હતી. પરંતુ કોર્પોરેશને તેને પાર્કિંગ પ્લોટ જાહેર કરી દીધો હતો. ત્યારે હાર્દિકે ઉપવાસ માટે અન્ય પ્લોટ મેળવવા અને મંજૂરી માટે અમદાવાદના મેયરને પાસ દ્વારા અરજી કરવામાં આવી હતી.
          હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ 50થી પણ વધુ દિવસ પહેલા કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરવામાં આવી હતી, પરંતુ તે ફાળવવામાં આવ્યો ન હતો.
           
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon