Amazon Best Discount Deals

Dehli મંજૂરી ના છતાં જીગ્નેશની યુવા હુંકાર રેલી પાર્લામેન્ટ સ્ટ્રીટ પર ભારે સુરક્ષાદળ તૈનાત

        ગુજરાતનો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દિલ્હીમાં રેલી કરવા જઇ રહ્યો છે, પરંતુ દિલ્હી પોલીસની મંજૂરી ના મળતાં એની પર વિવાદ વધતો ગયો છે. દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પર થનારી યુવા હુંકાર રેલીના આયોજન વિરુદ્ધ ભારે સુરક્ષાદળ તૈનાત કરી દેવામાં આવી છે. હકીકતમાં રેલી થવાની વચ્ચે હંગામો થાય એવી શક્યતા છે, એટલા માટે પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. આ પહેલા રવિવારે જીગ્નેશે દિલ્હી પોલીસના નિર્ણ પર નારાજગી વ્યક્ત કરી હતી.
                               
        રેલીમાં ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદને મુક્ત કરવા અને અન્ય અધિકારીઓ પર ચર્ચા કરવાની છે. રેલી દમિયાન જીગ્નેશ મેવાણી અને આસામ ખેડૂત નેતા અખઇલ ગોગોઇ પોતાના મંતવ્ય મૂકશે. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત મહિલા સંગઠનો આવે એવી આશા છે. 
       રેલીના એક આયોજક અને એનયૂના પૂર્વ અધ્યક્ષ મોહિત કુમાર પાંડેયે જણાવ્યું કે રેલી માટે બધાને બપોરે 12 વાગ્યે સંસદ માર્ગ પર એકત્રિત થવા માટે કહેવામાં આવ્યું છે. મોહિતે જણાવ્યું કે 2 જાન્યુઆરીએ રેલીના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. 
      ત્યારથી રોકવા માટેના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. આ ઉપરાંત જીગ્નેશને દેશદ્રોહી સાબિત કરવા માટે ઘણા પોસ્ટર પણ લગાવી દીધા છે.
loading...
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon