Amazon Best Discount Deals

EVM લઇ જઇ રહેલી ટ્રક પલટતાં, હાર્દિક પટેલે કર્યા ભાજપ પર આકરા પ્રહારો

        ભરૂચમાં ગુરુવારે એક ટ્રક 100 ઇલેક્ટ્રોનિંક વૉટિંગ મશીન (EVM)  લઇને જઇ રહી હતીઆ દરમિયાન કોઇ કારણોસર ટ્રક પલટી ગઇ હતી. જે પછી પાસ કન્વીર હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને EVM પ્રતિ પોતાની અવિશ્વાસનીયતા બતાવી હતી.
           હાર્દિકે ટ્વીટ કર્યુ કે, ''ફરીથી કાઉન્ટિંગની માંગ થતા જ EVM ભરેલી ટ્રક પલટી ગઇ.  આ કાંડને શું નામ આપવામાં આવે?'' હાર્દિક પટેલ સહિત અન્ય વિપક્ષી નેતાઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે EVMમાં ગરબડીનો આરોપ લગાવ્યા હતાગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ સોમવારે જાહેર થયા. રાજ્યમાં ફરી એક વખત ભાજપની સત્તા આવીજોકે ભાજપની બેઠકો ઓછી આવી છે.

           જાણો શું છે મામલો?
     ભરૂચના ડીએમ અનુસાર, ''જે ટ્રકમાં EVM લઇ જવામાં આવ્યા હતાતે ટ્રક પલટી ગઇ. પરંતુ ટ્રકમાં રહેલા EVMનો પ્રયોગ ગુજરાતની ચૂંટણીમાં કરવામાં આવ્યો ન હતો. જે EVM ભરેલી ટ્રક પલ્ટી ગઇ હતી તે સુરક્ષિત રાખવાની હતી.''

             હાર્દિક પટેલે પહેલા પણ લગાવ્યા હતા આરોપ
  
       સોમવારે થયેલી મતદાન ગણતરી પહેલાથી હાર્દિક પટેલે ટ્વિટર પર લખઅુય હતુ કે, EVM સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેણે આરોપ લગાવ્યો હતો કેઅમદાવાદની એક કંપનીના 140 સોફ્ટવેર એન્જિનિયર્સે મશીન સાથે છેડછાડ કરી છેખાસ કરીને તે ક્ષેત્રોમાં જ્યાં પાટીદાર અને આદિવાસી સમુદાયના લોકો રહે છે. તમને જણાવી દઇએ કે હાર્દિક પટેલે પાટીદરોની તરફથી ભાજપને સમર્થન ન મળે તે માટે પ્રચાર કર્યો હતો.
            'નમોવાઇફાઇ નેટવર્ક મળવાની ફરિયાદ

           એટલું જ નહી કોંગ્રેસના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ વાતની ફરિયાદ પણ કરી હતી કે સુરત અને મહેસાણામાં સ્ટ્રૉન્ગ રૂમની પાસે 'નમો'નામથી વાઇ-ફાઇ નેટવર્ક મળ્યુ હતુજ્યાં EVMરાખવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં થયેલા તબક્કાના મતદાન દમરિયાન કોંગ્રેસ આરોપ લગાવ્યો કે મતદાન સ્થળની પાસે બ્લૂટૂથ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આ મામલામાં 44ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.       
    Post.  By.. P.S.Patel.   
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon