Amazon Best Discount Deals

નારાજગી અંગે નિતીન પટેલે શું કહયું ? નિતીન પટેલનું સન્માન જળવાય તેવી શકયતા

             
 
  ખાતાની ફાળવણી બાદ ભાજપમાં ભૂંકપ સર્જાયો છે. રાજકીય અટકળો વચ્ચે આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે મારું સમ્માન જળવાય તેમ ઇચ્છું છું.
        નિતીન પટેલે આજે મૌન ખોલી મીડિયા  સાથેની વાતચીતમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે મેં મારી વાત હાઇકમાન્ડને પહોંચાડી દીધી છે. હું મારું સમ્માન ઇચ્છું છું. હવે હાઇકમાન્ડે નિર્ણય કરવાનો છે. મહેસાણા બંધ આપવાના પ્રશ્ને તેમણે જણાવ્યું કે આ તેમનો આંતરિક મામલો છે. તેથી મહેસાણા બંધ નહીં કરાય.
      નિતીન પટેલની નારાજગી શહેરી વિકાસ, નાણાં વિભાગ ન મળતા નારાજગી જોવા મળી રહી છે. તેમજ તેઓ ગઈકાલે સચિવાલયમાં ફરક્યા પણ ન હતા. નીતિન પટેલે નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દાને અનુસાર ખાતા નહીં મળે, તો રાજીનામુ આપવાની પણ હાઈ કમાન્ડ સમક્ષ ચીમકી ઉચ્ચારી હોવાનું મનાય છે.
      તો જોવા જઇએ તો હાઈ કમાન્ડ ને તેમની વાત માનવી પડશે કારણ કે ભાજપમાં નિતીન પટેલ જુના નેતા છે અને ભાજપની બહુમતીમાં નિતીન પટેલનું મોટો ફાળો છે અેટલે તેમને રાજી કરવા જ પડશે.
           તેમને રાજી નહી કરે તો શું થવાનું 
    નિતીન પટેલને મોટું ખાતુ આપી રાજી નહી કરે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. બીજી તરફ જોઈએ તો નિતીન પટેલ ને કોગ્રેસ તરફથી ઓફર કરવામાં આવી રહી છે કે નિતીન પટેલ 10 ધારાસભ્યો સાથે કોગ્રેસમાં આવી જાય તો તેમને મુખ્ય મંત્રીનું આપશું. રાજકારણ બહુ ગરમાયો છે.
         હવે બધુજ હાઈ કમાન્ડ પર છે કેવુ વિચાર કરે છે એ જોવાનું રહ્યું.
          Post by : Indian news online
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon