Amazon Best Discount Deals

સુરત પોલીસની દબંગાઈ પેટ્રોલ ભરનાર સામે તાકી ગન જાણો વિગત

    સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર અખંડાનંદ કોલેજ પાસે આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરનાર કર્મચારી સામે એક પોલીસ કર્મી એ દબંગાઈ કરી હોવાનો CCTV ફૂટેજનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
                      
     ભાજપ ના શાસનમાં પોલીસ દમનની અનેક ઘટનાઓ સામે આવી છે,ત્યારે એકવાર પુન: ગુજરાતમાં ભાજપનુ શાસન આવતાં પોલીસની આવી દબંગાઈ શરૂ થતાં સરકાર સામે આવનાર સમયમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે.સુ શાસન ની વાતો અને વચનો આપનાર ભાજપના સાશનમાં પોલીસની આ દબંગાઈ કેટલે અંશે યોગ્ય છે.
       મળતી માહિતી મુજબ આ ઘટનામાં પોલીસ કર્મીએ ગન બતાવી હોવાનુ પણ ચર્ચાય છે,ત્યારે આ ઘટનાને શાંતિથી દબાવી દેવામાં આવી હતી.જો કે કોઈ ગેર સમજ ને કારણ મામલો આટલી હદ સુધી ગયો હોવાનુ પણ ચર્ચાય છે ત્યારે સુરત પોલીસ કમિશ્નર આ અંગે ફરીયાદ ન થઈ હોવા છતાં તપાસ કરાવશે કે કેમ એ જોવુ રહ્યુ ?
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon