Amazon Best Discount Deals

કોઇ આઇડિયા કે તમારો પ્રશ્ન, માત્ર 5 મિનિટમાં પહોંચાડો PM સુધી, આ રીતે

     તમારી પાસે કોઇ આઇડિયા હોય કે પછી કોઇ ફરિયાદ, તમે તમારી વાત મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકો છો. આ માટે ન તો કોઇ પૉલિટિકલ સોર્સની જરૂર પણ છે ન તો ક્યાંય જવાની જરૂર છે. ફરિયાદ કે આઇડિયાની તમામ પ્રોસેસ ઑનલાઇન છે.

       ફરિયાદનું સ્ટેટસ કઇ રીતે જાણી શકાશે
     તમે કોઇ ફરિયાદ કરી છે તો તેના પર શું કાર્યવાહી થઇ? અથવા તો તેનું શું સ્ટેટસ છે, આ અંગેની જાણકારી ઑનલાઇન મળી જશે. ફરિયાદ કર્યા પછી તમને એક રજિસ્ટ્રેશન નંબર મળશે. આ નંબર તમારા મોબાઇલ પર PMOની તરફથી મોકલવામાં આવશે. આ નંબરની મદદથી તમે તમારી ફરિયાદનું સ્ટેટસ ચેક કરી શકશો. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે કે કેવી રીતે પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કે આઇડિયા કઇ રીતે પહોંચાડી શકાશે.
        PMOની વેબસાઇટ પર જાઓ
      આ માટે સૌથી પહેલા http://www.pmindia.gov.in પર જાવાનું રહેશે.ત્યાં જઇને તમે જે ભાષાનો પ્રયોગ કરવા ઇચ્છો છો તેણે સિલેક્ટ કરી શકો છો.
       હિંદી, અંગ્રેજીની સાથે સાથે તમિલ, તેલુગુ, બંગાળી, ગુજરાતી, કન્નડ જેવી ભાષાઓનો વિકલ્પ મળી જશે. તમે જે ભાષાને સિલેક્ટ કરશો, આખી સાઇટ તે ભાષામાં કન્વર્ટ થઇ જશે.
          પ્રધાનમંત્રીની સાથે વાતચીત કરો' ઑપ્શનમાં જાઓ
    ત્યાર પછી તમે સાઇટ પર નીચેની તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને 'પ્રધાનમંત્રી સાથે વાતચીત કરો' હેડિંગની સાથે એક કૉલમ દેખાશે.
      જેમાં 2 ઓપ્શન મળશે. એક હશે જેમાં તે આઇડિયા આપી શકો છો અને બીજામાં પ્રધાનમંત્રીને લખવાનું.
      કમ્પલેન્ટ કરવી છે તો તમે બીજા ઑપ્શન પર જાઓ, આ પર જેવી ક્લિક કરશો, તો એક ફૉર્મ ઑપન થશે.
              ફોર્મ ભરવાનું રહેશે
     હવે ફોર્મ ભરવાનું રહેશે. ત્યાં નીચે બૉક્સમાં તમારી ફરિયાદ લખવાનો એક ઑપ્શન મળશે.
      જ્યાં ફરિયાદ લખી, સબમિટ કરી દો. તે પછી પોતાની મોબાઇલ નંબર પર એક રજિસ્ટ્રેશન નંબર મળશે.
      આ નંબરની મદદ તમે ફરિયાદનું સ્ટેટસ ફ્યૂચરમાં ચેક કરી શકશો. પ્રધાનમંત્રી કાર્યલયથી આ નંબર પર તમારી મેલ આઇડી પર તમારી સાથે સંપર્ક કરવામાં આવશે.
      
       
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon