Amazon Best Discount Deals

1 જાન્યુઆરીથી બંધ થઇ જશે રૂ.2000ની નોટ? અરૂણ જેટલીએ કરી સ્પષ્ટતા જાણો વિગતવાર

             
        છેલ્લા કેટલાય સમયથી સોશ્યલ મીડિયાથી લઇને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ''2000ની નોટ બંધ કરી દેવામાં આવશે.'' સોશ્યલ મીડિયા અને WhatsApp પર આ જ પ્રકારના કેટલાક મેસેજીસ ફોરવર્ડ થઇ રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે 1 જાન્યુઆરીથી 1000 રૂપિયાની નવી નોટ આવશે કેમકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે હવે 2000 રૂપિયાની નોટોને ચલણની બહાર કરી દીધી છે.
         સોશ્યલ મીડિયા પર કેટલાક યૂઝર્સ આ પ્રકારના મેસેજીસ ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે, ત્યાં સુધી કે હવે કેટલીક મીડિયા રિપોર્ટ્સ પણ આ અંગેની આશંકા વ્યકત કરી રહી છે
        વાસ્તવમાં SBIએ પોતાની રિસર્ચ રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટોથી લઇને ટિપ્પણી કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે RBI 2000ની નોટોને સર્કુલેશનમાં નથી મોકલી રહી. SBIએ આશંકા બતાવી હતી કે RBIએ 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધુ છે અને આ પ્રિન્ટ કરેલી નોટોને પોતાની પાસે જ રાખી રહી છે. આ રિપોર્ટ બાદ સતત સોશ્યલ મીડિયા સહિત મીડિયા રિપોર્ટ્સમાં 2000ની નવી નોટ બંધ થવાની અફવાહ ચાલી રહી છે. આ અફવાહ અંગે વિત્ત મંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરી છે.
        અરૂણ જેટલીએ કહ્યુ કે, ''હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવા અંગે સરકાર તરફથી કે RBI તરફથી કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી. લોકો વચ્ચે અફવાહ ફેલાવવામાં આવી રહી છે, અ અફવાહ ખોટી અને તેના પર વિશ્વાસ ન કરવા માટે હું વિનંતી કરું છુ. જ્યાં સુધી સરકાર તરફથી આ પ્રકારની કોઇ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આ પ્રકારની અફવાહ પર વિશ્વાસ ન કરવો.
         વિત્ત મંત્રી તરફથી આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે આ પ્રકારના મેસેજીસ આવે જેમાં 2000 રૂપિયાની નોટો બંધ થવાની વાત અને 1000 રૂપિયાની નોટ ચલણમાં આવી રહી છે, તેના વિશ્વાસ ન કરવો.
            Post by P. S. Patel.. 

Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon