Amazon Best Discount Deals

ગુજરાતના મંત્રી મંડળમાં કોણ ફાવ્યું - કોણ કપાયું ?

     અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે શપથ ગ્રહણ કર્યા. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તો નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. રાજ્યના 12 જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને પ્રતિનિધિત્વ અપાયું નથી. ઉત્તર ગુજરાતમાંથી 3 ધારાસભ્યને મંત્રી પદ અપાયું છે
                 
          અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 3 મંત્રી, સૌરાષ્ટ્ર કચ્છમાંથી 6 ધારાસભ્ય, દક્ષિણ ગુજરાતમાંથી 5 અને મધ્ય ગુજરાતમાંથી 2 ધારાસભ્યને મંત્રી પદમાં સ્થાન અપાયું છે. જ્યારે ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, ખેડા, મહિસાગર, વડોદરા અને નર્મદા જિલ્લામાંથી કોઈ પણ ધારાસભ્યને મંત્રી પદ સોંપાયું નથી.
           કોણ ફાવ્યું, કોણ કપાયું ?
 👉 અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 3 મંત્રી બનાવાયા
 👉12 જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને પ્રતિનિધિત્વ નહીં
 👉ઉત્તર ગુજરાતમાંથી 3 ધારાસભ્યને મંત્રી પદ અપાયા
 👉નીતિન પટેલ મહેસાણાથી નાયબ મુખ્યમંત્રી બન્યા
 👉ગાંધીનગર, સાબરકાંઠામાંથી કોઈ મંત્રી નહીં
 👉સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 6 MLAને રૂપાણી કેબિનેટમાં સ્થાન
 👉સુરેન્દ્રનગરમાંથી પણ કોઈ MLAને મંત્રી ન બનાવાયા
 👉દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાંથી કોઈ મંત્રી નહી
 👉ભાવનગર જિલ્લામાંથી બે મંત્રીને મળ્યું સ્થાન
 👉રાજકોટથી ચૂંટાયેલા વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા
 👉સુરતના 15માંથી 3 ધારાસભ્યને મંત્રી બનાવાયા
 👉દક્ષિણ ગુજરાતમાંથી 5 ધારાસભ્યને મંત્રી બનાવાયા
 👉નવસારી જિલ્લાને પણ ન મળ્યું પ્રતિનિધિત્વ
 👉મધ્ય ગુજરાતમાંથી 2 ધારાસભ્યને સ્થાન મળ્યું
 👉આણંદમાંથી પણ કોઈ ધારાસભ્યને મંત્રી પદ ન અપાયું
 👉ખેડા, મહિસાગરમાંથી કોઈને મંત્રી પદ ન અપાયું
 👉વડોદરા અને નર્મદા જિલ્લામાંથી કોઈ મંત્રી નહીં
       આ વખતે નાનુ મંત્રી મંડળ રાખ્યુ છે પરંતુ અમુક નેતાઓને મંત્રીપદ મળ્યું ન હોવાથી પાટીથી નારાજ પણ થઈ શકે તેવા એંધાણ દેખાય છે અને કદાચ એમને આગળ જવાની તક પણ મળી શકે તે વાત પણ નકારી શકાય નહીં અથવા થોડા સમય બાદ મંત્રી મંડળમાં ફેરફાર પણ થઈ શકે છે તે વાત પણ નકારી શકાય નહીં..
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon