Amazon Best Discount Deals

ખોટી રીતે હાર્દિકની ધરપકડ થઈ તો આંદોલન કરીશઃજીગ્નેશ મેવાણી

અમદાવાદઃ ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને દલિત આંદોલનના નેતા જિજ્ઞેશ મેવાણીના આંદોલનોના મુદ્દા અલગ હોવા છતાં બન્ને એકબીજાને સાથ અને સહકાર આપતા રહ્યા છે, હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશના આંદોલનની અસર ગુજરાતના રાજકારણ અને ચૂંટણી પરિણામો પર પડી હોવાના આંકલન કરવામાં આવી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા પછી હાર્દિક અને મેવાણી શિલજમાં હાર્દિક પટેલના ઘરે મુલાકાત કરી.
   

આ બન્ને આંદોલનથી નેતા બનેલા યુવાનોની મુલાકાત બાદ હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું, જિજ્ઞેશ મેવાણી (ધારાસભ્ય) અને તેમની ટીમે આજે મારા નિવાસસ્થાન પર સુભેચ્છા મુલાકાત લીધી, સમાજના અધિકારો માટે લડે છે પણ ગુજરાતની જનતાના અધિકારોની લડાઈમાં પણ અમે બધા સાથે છીએ અને સાથે રહીશું.

હાર્દિકે જિજ્ઞેશ મેવાણી પર ભાજપે આતંકી સંગઠન “ISIS સાથે જોડાયેલી સંસ્થા” પાસેથી ફન્ડ લીધું હોવાના મુદ્દે કહ્યું, “ભાજપના નેતાઓ લોકોના મગજમાં કોમવાદી ડર ઘૂસાડવા માગે છે પણ તેઓ એ ભૂલી જાય છે કે અમે ગુજરાતના લોકોના અધિકાર માટે લડત કરીએ છીએ, માટે આ (ભાજપનો) એજન્ડા કામ નહીં કરે.હાર્દિક સાથેની મુલાકાત અંગે મેવાણીએ જણાવ્યું, “અમે ચર્ચા કરી કે કઈ રીતે એક થઈને માત્ર દલિત કે પાટીદાર નહીં પણ 6.50 કરોડ ગુજરાતીઓ માટે લડત ચલાવીશું. અમે અમારા આંદોલનો ચાલું રાખીશું અને લોકોના હક માટે ભાજપ સરકાર સામે અમારી લડત ચાલું રાખીશું.
   મેવાણીએ એમ પણ જણાવ્યું કે, જો સરકાર ખોટા કેસમાં હાર્દિકની ધરપકડ કરશે તો તે તેના માટે આંદોલન કરશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હાર્દિક પટેલને ફોન કર્યો અને તેને ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાનના “અભૂતપૂર્વ કામ” બદલ શુભકામના પાઠવી, સોમવારે ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ હતી. હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને OBC લિડર અને કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડેલા અલ્પેશ ઠાકોરે સરકાર સામે પડકાર ફેંક્યો હતો.
Oldest

Thank you for comment ConversionConversion EmoticonEmoticon