Amazon Best Discount Deals

ગૌશાળા સહાયને લઇ બનાસકાંઠા માં ફરીથી રાજકારણ ગરમાયું, નિતિનભાઇ મેદાનમાં ઉતર્યા । start politics again the help of gaushala gujarati news

ગૌશાળા સહાયને લઇ ફરી રાજકારણ ગરમાયું, નિતિનભાઇ મેદાનમાં ઉતર્યા

                  
    પાલનપુર: બનાસકાંઠાની ગૌશાળાઓને સહાય મુદ્દે શનિવારે ફરી રાજકારણ ગરમાયુ છે. અંબાજીમાં અેક કાર્યક્રમમાં આવેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલેેે કહ્યુ હતુ કે એક વ્યક્તિ પોતાનો મુદ્દો આગળ કરી રહ્યો છે. જ્યારે થરાદમાં પાંજરાપોળ સંચાલકો સાથે મિટિંગ પછી પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલના નિવેદનથી વિવાદ સર્જાયો હતો. જ્યારે ડીસામાં સંચાલકોએ આવા બેનરો લગાવી દીધા છે કે રાજસ્થાન સરકાર પશુ દીઠ સહાય ચુકવે તો ગુજરાત સરકાર કેમ નહીં.
                              

        એક વ્યક્તિ પોતાનો મુદ્દો આગળ કરી રહ્યો છે: નીતિનભાઇ પટેલ

       પાંજરાપોળના મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અંબાજીમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સતત સંવેદનશીલ અને જીવદયા વાળી સરકાર છે. ગુજરાતની તમામ પાંજરાપોળમાં દર વર્ષે જરૂરિયાત મુજબ આરોગ્યની સેવા, પીવાના પાણીની સેવા, નજીવી કિંમતે ઘાસચારો આપીએ છીએ. ગૌશાળાનો વિકાસ કર્યો છે આ બધું જ જ્યારે કરતા હોઈએ ત્યારે કોઈ વ્યક્તિ પોતાનો મુદ્દો આગળ કરી અને જાણે બધું જ ખોટું ચાલતું હોય એ રીતે કૃત્ય કરે એ યોગ્ય નથી.

       નિતીનભાઇનું નિેવેદન હાસ્યાસ્પદ: ભરત કોઠારી

          મેં અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ કહું છું ગુજરાતના તમામ નાગરિકો ગુજરાતના મંત્રી અને મુખ્યમંત્રી પાસે મુદ્દા આધારિત ચર્ચા કરી શકે છે. જરૂરી છે અને વ્યાજબી છે તે બધું અમે કરીએ જ છીએ. સમગ્ર આંદોલનની આગેવાની કરી રહેલા રાજપુર પાંજરાપોળના સંચાલક ભરત કોઠારીએ જણાવ્યું હતું કે, ‘નીતિનભાઇ પટેલનું નિવેદન હાસ્યાસ્પદ છે, સરકાર પાસે જે ઘાસ પડ્યું છે તે પધરાવી દેવું છે, સરકાર ઘાસની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરશે. નિતીનભાઇ પટેલ પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક કેમ કરતા નથી.
loading...

       શું તમે સરકારને પૂછી ગૌ શાળાઓ ચાલુ કરી હતી: પરબતભાઇ પટેલ

                  
       થરાદ તાલુકાના 33 પાંજરાપોળનાં સંચાલકોની શનિવારે થરાદ એ.પી.એમ.સી ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પરબતભાઈ પટેલે બેઠક બોલાવી હતી.ત્યારે આ બેઠકથી મીડિયાને પણ દૂર રખાયું હતુ. બેઠકમાં સંચાલકો દ્વારા સ્થાનિક જગ્યાએથી ઘાસચારાની માંગ કરી હતી. આ બેઠક બાદ ઢીમાં ગૌશાળાના સંચાલક જાનકી દાસ એ મીડિયાને જણાવ્યું હતું કે પાંજરાપોળનાં સંચાલકો એ સ્થાનિક જગ્યાએથી ઘાસચારા ની અંગેસરકાર આ અંગે કંઈક વ્યવસ્થા કરવાની સંચાલકોએ માંગણી કરતા રાજ્ય મંત્રી પરબતભાઇએ કહ્યું કે " શું તમે ગૌશાળાઓ સરકારને પૂછીને ચાલુ કરી હતી ?  આ મુદ્દે પરબતભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે આ બાબત ઉપજાવી કાઢેલી હોવાનું જણાવ્યું હતું.

       રાજસ્થાન સરકાર પશુ દીઠ સહાય ચુકવે તો ગુજરાત સરકાર કેમ નહીંના બેનરો લાગ્યા

               
       ડીસા તાલુકાના ટેટોડા ગામ ખાતે આવેલ રાજારામ ગૌ શાળામાં શનિવારે એક બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ ગૌ શાળાના સંચાલકો સાથે થયેલી મંત્રણાઓ નિષ્ફળ ગઈ છે અને સરકાર તરફથી પણ સંતોષકારક પ્રતિ ઉત્તર ના મળતા ગૌ શાળા સંચાલકોએ નિર્ણય કર્યો હતો કે આગામી સોમવારે ગાંધીનગર ખાતે સરકારને રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ પણ સરકાર જો કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો આગામી મંગળવારથી આંદોલન જલદ બનાવાશે.
        બેઠકમાં ટેટોડા ગૌ શાળા સંચાલક રામરતનજી મહારાજ, ઢીમા આશ્રમના જાનકીદાસજી મહારાજ, ડીસા કાંટ પાંજરાપોળના ભરત કોઠારી, દિયોદરના જ્યંતીભાઈ દોશી સહિત ગૌ શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. ગૌ શાળાના અને પાંજરાપોળના સંચાલકોએ માંગોને લઇ શહેરના મુખ્ય માર્ગો પર પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં જો રાજસ્થાન સરકાર પ્રતિ પશુએ સહાય ચુકવી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં સહિત તેમની માંગોને લઇ બેનરો લગાવ્યા હતા.
      એમાં જોવા જઇએ તો બીજેપી સરકાર હિન્દુ અને ગાયો ના નામે મોટી મોટી વાતો કરી અને વોટ માંગતા હોય છે વોટ લઇ સરકાર પણ બનાવી ગયા. અને હવે જો આવુ નિવેદન આપતા હોય તો સારું ન કહેવાય. કારણ કે ગાય ના નામે સરકાર બનાવી છે।
         તમારુ શું કહેવુ છે કોમેન્ટ કરી જણાવો।
                 સહાય મળવી જોઈએ કે નહીં
         
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon