Amazon Best Discount Deals

13999 રૂપિયામાં લોન્ચ થયું વિન્ડોઝ 10 લેપટોપ, જાણો અન્ય ફીચર્સ | I ball laptop lunch only Rs 13999

13999 રૂપિયામાં લોન્ચ થયું વિન્ડોઝ 10 લેપટોપ, જાણો અન્ય ફીચર્સ

                

        Gadgets India 

       ભારતીય ટેક્ કંપની આઇબોલે ભારતમાં થોડા દિવસો અગાઉ મેરિટ G9 કોમ્પબુક લોન્ચ કર્યું છે. તેની કિંમત 13999 રૂપિયા રાખવામાં આવી છે, પરંતુ હાલમાં એમેઝોન ઇન્ડિયા પર આ લેપટોપ 13000 રૂપિયામાં અને Tata CLiQ પર 11499 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. આ લેપટોપમાં 2.3 ગીગાહર્ટ્ઝ   ઇન્ટેલ સેલેરોન N3350 પ્રોસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે અને તે વિન્ડોઝ 10 પર ચાલે છે. કંપનીનો દાવો છે કે, આ લેપટોપની બેટરી લાઇફ 6 કલાકની છે. iBall અનુસાર, મેરિટ G9 કોમ્પબુકનું વજન માત્ર 1.1 કિલો છે તથા તે કોબાલ્ટ બ્લૂ કલરમાં ખરીદી શકાશે.
     અહીયાં થી પણ ખરીદી શકો છો👇👇
                                             
             આ લેપટોપ વિન્ડોઝ 10 પર ચાલે છે અને તેમાં 11.6 ઇંચની HD ડિસ્પ્લે છે. તે ટચપેડ અને મલ્ટી-ટચ ફંક્શનાલિટી સાથે આવે છે. તે સિવાય કોમ્પબુકમાં 2 જીબી DDR3 રેમ આપવામાં આવી છે. લેપટોપમાં 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. તેને 128 જીબીના માઇક્રોએસડી કાર્ડથી એક્સ્પાન્ડ કરી શકાશે. તે સિવાય સ્ટોરેજ માટે 1 ટીબી સુધી એક્સટર્નલ HDD/SSD માટે સપોર્ટ અવેલેબલ છે.
           લેપટોપમાં 0.3 મેગાપિક્સલનો વેબ કેમેરા, ડ્યુઅલ સ્પીકર્સ અને 3.5 mm ઓડિયો જેક છે. તેમાં 5000 mAhની લિથિયમ પોલીમર બેટરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇબોલ કોમ્પબુક પ્રીમિયો V 2.0ને વર્ષની શરૂઆતમાં જ 21999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લેપટોપમાં 4 જીબી રેમ છે અને તેમાં એપોલો લેકર N4200 ક્વૉડ-કોર પ્રોસેસર છે. 
loading...
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon