Amazon Best Discount Deals

MLA વિરજી ઠુંમર બોલ્યા, 'વાઘાણી તારી મા કદાચ પાટીદાર નહીં હોય | Jitu vaghani & viraji thumar

MLA વિરજી ઠુંમર બોલ્યા, 'વાઘાણી તારી મા કદાચ પાટીદાર નહીં હોય 

                   
        સુરેન્દ્રનગર: મોટી માલવણમાં પાસ નેતા હાર્દિક પટેલ દ્વારા 'પાટીદાર મહાપંચાયત' યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યો અને પાટીદાર નેતાઓએ બીજેપીને નિશાન બનાવી હતી. પરંતુ વિરોધ કરવાના અતિરેકમાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા વિરજી ઠુંમર ભાન ભુલ્યા હતા અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જોવા મળ્યા હતા. ઠુંમરે ભાજપના પ્રદેશ પ્રમુખ અને પાટીદાર એવા જીતુ વાઘાણીને કહ્યું કે, 'તારી માતા કદાચ પાટીદાર નહીં હોય'
      વિરજી ઠુંમરે સંબોધન દરમિયાન કહ્યું કે,'' આજે પાટીદાર સમાજના બીજેપીના ધારાસભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ વાઘાણીએ જે શબ્દો કાઢ્યા છે, મને લાગે છે વાઘાણી તારી મા કદાચ પાટીદાર નહીં હોય નહીંતર આ શબ્દો તારા ન નીકળે''.
             
👆👆BUY REALME 1 👆👆 
   કોંગ્રેસની હલકી માનસિકતા પ્રદર્શિત થઈઃ રૂપાણી                     વિરજી ઠુંમરના આ નિવેદનના મુખ્યમંત્રી રૂપાણીએ પણ વખોડી કાઢ્યું હતું. રૂપાણીએ ઠુંમરની વાઘાણીના માતા પરની આ ટીપ્પણીને લઈને કહ્યું કે,''કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે જે અભદ્ર રીતે જીતુ ભાઈ વાઘાણી માટે ટીપ્પણીઓ કરી છે તેનો હું ખૂબ વિરોધ કરું છું. તેમાં કોંગ્રેસની હલકી માનસિકતા પ્રદર્શિત થઈ છે. એમણે માફી માગવી જોઈએ, રાજકરણમાં આ હદની વાત વ્યાજબી નથી. હું વિરજી ઠુંમરના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢું છું''
loading...

      કોંગ્રેસની માનસિકતા વિકૃત છે : જીતુ વાઘાણી

             વિરજી ઠુમ્મરના નિવેદન અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, આવા નિવેદનથી કોંગ્રેસની માનસિકતા સામે આવી છે. કોંગ્રેસની વિકૃત માનસિકતા છે. 
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon