Amazon Best Discount Deals

અમદાવાદના યુવકનું અકસ્માતમાં બ્રેઈન ડેડ, હાર્ટ, કિડની, લીવરનું દાન કરાશે | ahemedabad accident subham patel

અમદાવાદના યુવકનું અકસ્માતમાં બ્રેઈન ડેડ, હાર્ટ, કિડની, લીવરનું દાન કરાશે

     Ahemedabad accident dead subham saileshbhai patel

                     Subham Patel accident in ahemedabad
        પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મેસરા પંચાસર ગામના શુભમ શૈલેષભાઈ પટેલ નામનો યુવાન અકસ્માતમાં ઘાયલ થયા બાદ તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. બ્રેઈન ડેડ થયેલા 20 વર્ષીય આ યુવાનના અંગોનું દાન કરવા પરિવારજનોએ નિર્ણય કર્યો. મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં રાત્રે 8 કલાકે હાથ ધરાશે ઓપરેશન, આ યુવાનની કિડની,લીવર સ્વાદુપિંડ અને હૃદયનું દાન કરાશે.
                        
         ૧૯ વર્ષીય યુવકનું બ્રેઈન ડેડ થતા કરાશે હૃદયનું દાન

- અમદાવાદના યુવકનું અકસ્માતમાં બ્રેઈન ડેડ

- હાર્ટ, કિડની, લીવરનું દાન કરાશે

- મૂળ પાટણના પંચાસર-સરવાનો વતની પરિવારનો નિર્ણય

- શુભમ છે તેના પરિવારનો એકનો એક દીકરો

- હાલ અમદાવાદ રહે છે પરિવાર

- ૧૯ વર્ષીય શુભમ શૈલેષભાઈ પટેલ મિત્રો સાથે નીકળ્યો હતો ભાવનગર

- બાવળા નજીક બાઈક સ્લીપ ખાતા નડ્યો અકસ્માત

- ચાર દિવસ અગાઉ અકસ્માત બાદ અપાઈ સઘન સારવાર

- આખરે હૃદય સહિતના અંગોના દાનનો નિર્ણય લેવાયો

- અલગ-અલગ અંગો અમુક કલાક સુધી જ રહે છે સલામત

- હાર્ટ-૪ કલાક, કિડની-૩૬ કલાક, લીવર-૧૨ કલાક

- અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં લઇ જવાશે હાર્ટ

- મહેસાણાથી હાર્ટ લઇ જવા ગ્રીન કોરીડોર થકી ટ્રાફિક રોકાશે

 કોઈ વ્યક્તિ નાની મોટી રકમના દાન માટે સો વખત વિચાર કરે છે. ત્યારે આજે એક એવા પરિવારની વાત કરીએ કે જેણે પોતાના વ્હાલસોયા એકના એક દીકરાનો અકસ્માતે બ્રેઈન ડેડ થતા હૃદય, કિડની, લીવર અને આંખો સહિતના અંગો દાન કરવાનો સરાહનીય નિર્યણ લીધો છે.

 આ  વાત છે ૧૯ વર્ષીય શુભમ શૈલેષભાઈ પટેલની. હાલ તો શુભમ મરણ પથારીએ પડ્યો છે. પરંતુ, શુભમ પોતાના હૃદયના દાન થકી બીજા વ્યક્તિને જીવતદાન આપવા જઈ રહ્યો છે. જો કે, આ નિર્ણય શુભમના પરીવાનો છે. મૂળ પાટણ જીલ્લાના પંચાસરાના મેસરા ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા શૈલેશભાઈ પટેલનો ૧૯ વર્ષીય પુત્ર શુભમ પટેલ પોતાના મિત્રો સાથે ગત ૧૫ મે ના રોજ ભાવનગર નીકળ્યો હતો. ત્યારે શુભમનું બાઈક બાવળા નજીક સ્લીપ ખાઈ જતા તે ગંભીર રીતે ઘવાયો હતો. જેને ચાર દિવસ સઘન સારવાર અપાઈ. પરંતુ બ્રેઈન ડેડ થવાના કારણે હવે શુભમ પરત આવી શકે તેમ નહોતો. અને આખરે શુભમના પરિવારે શુભમના હૃદય, કિડની અને લીવરનું દાન કરવાનો નિર્ણય લીધો છે.
loading...

 હાલમાં શુભમ મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે. અને સીમ્સ હોસ્પિટલના ડોકટરોની ટીમ મહેસાણા લાયન્સ હોસ્પિટલ પહોચીને બ્લડ સેમ્પલ અને કાર્ડિયોગ્રામ સહિતની તપાસ કરી રહ્યા છે. ત્યારે બધી જ પ્રક્રિયા પૂર્ણ થતા રાત્રે શુભમનું હાર્ટ પોલીસની ગ્રીન કોરીડોરની સુરક્ષા વચ્ચે ટ્રાફિક ક્લીયર કરીને અમદાવાદ સીમ્સ ખાતે લઇ જવાશે.

 મહેસાણા જીલ્લામાં આ પ્રકારનો કિસ્સો બીજો જોવા મળ્યો છે. અગાઉ પણ લાયન્સ હોસ્પિટલમાંથી એક વ્યક્તિનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરવામાં આવી હતી.

 શુભમ તેના પરિવારનો એકનો એક દીકરો હતો. છતાં શુભમના પરિવારે આ નિર્ણય લઈને અન્ય ચાર વ્યક્તિને જીવતદાન આપવાનો સરાહનીય નિર્ણય કર્યો છે. જેને લઈને સૌ કોઈ શુભમના પરિવારને સન્માન પૂર્વક જોઈ રહ્યું છે. આવી જ રીતે જો કોઈ સમયે કોઈ વ્યક્તિનું બ્રેઈન ડેડ થાય તો શુભમના પરિવારની જેમ નિર્ણય લઈને ડોક્ટરની સલાહ સાથે કોઈને જીવતદાન આપી શકાય તેવી પ્રેરણા સૌ કોઈને મળી છે.
સો સો સલામ.......
આ પુણ્ય આત્મા ને અને સત્ સત્ નમન આ ભાઈ ના પરીવાર ને......
  आगे भेजो सबको पता चलना चाहिए । ताकि कोई और को भी प्रेरणा मिले ।
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon