Amazon Best Discount Deals

ગુજરાત અને યમનના દરિયાકાંઠે હાઇ એલર્ટ,દ્વારકામાં સિગ્નલ 2 લગાવાયું | heavy alert at coastal areas of gujarat as cyclone mekunu hits yemen

ગુજરાત અને યમનના દરિયાકાંઠે હાઇ એલર્ટ,દ્વારકામાં સિગ્નલ 2 લગાવાયું

                
        દેવભૂમિ દ્વારકા: યમનના દરિયામાં ખરાબ હવામાનને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.તથા દ્વારકાના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. હાલ તંત્ર પણ ખરાબ હવામાનને લઈ એલર્ટ થઈ ગયું છે અને અગમચેતીના પગલા ભરી રહ્યું છે.
        આપને જણાવી દઇએ કે,દક્ષિણ પશ્વિમ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે જે ચક્રાવાતમાં રૂપાંતરીત થયેલ છે જે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.ચક્રવાતને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને ગુજરાતના દ્વારકા ખાતે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જોકે ચક્રવાતને લઇને ગુજરાતને કોઇ અસર નહી થાય.
       ઉલ્લેખનીય છે કે,અરબ સાગરમાં સીઝનનું આ બીજુ તોફાન છે. આ તોફાનનું નામ મેકુનુ નામ આપવામાં આવેલ છે.આપને જણાવી દઇએ કે, આ પહેલા દિલ્હીમાં અને તેની નજીકના વિસ્તારોમાં વાવાઝોડું આવ્યું હતું જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ ખોયા હતા તો કેટલાય વિસ્તારોમાં નુકસાન પણ થયું હતુ. જો કે ગુજરાતના કોઇ સ્થળે નુકસાન થવાની કે વાવાઝોડાની અસર દેખાવાની પણ સંભાવના નથી તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
loading...
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon