Amazon Best Discount Deals

આરિફે નિર્ણય કરવાનો હતો- ધર્મ કે માણસાઈ, આખરે અજય માટે તોડી નાખ્યા રોજા | muslman baiye Hindu mate todya roja

આરિફે નિર્ણય કરવાનો હતો- ધર્મ કે માણસાઈ, આખરે અજય માટે તોડી નાખ્યા રોજા

                
          દેશમાં જ્યાં રાજકારણ માટે જાતિ અને ધર્મને લઇને ભેદભાવની તમામ સરહદો ઓળંગવામાં આવી રહી છે, ત્યારે દહેરાદૂનથી એક એવો મામલો સામે આવ્યો છે કે જે તમારું દિલ જીતી લેશે. અહીંયા એક મુસ્લિમ વ્યક્તિએ રમજાનના પાક મહિનામાં પોતાના રોજા તોડી નાખ્યા, કારણકે એક હિંદુ યુવકનો જીવ જોખમમાં હતો. 20 વર્ષના અજય બિજલ્વાણને લિવરમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ અજયના પરિવારજનોને બને તેટલું લોહી ભેગું કરવાની માંગ કરી કારણકે લિવરમાં ઇન્ફેક્શનના કારણે તેના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઘટી રહી હતી.
                       

          સોશિયલ મીડિયા પર મદદ માંગવાનું કર્યું સૂચન

       અજય માટે એક-એક મિનિટ કિમતી હતી. સહેજ પણ મોડું થાય તો તેનો જીવ જઇ શકે તેમ હતો. સૌથી મોટી સમસ્યા હતી કે અજયને A+ બ્લડ ગ્રુપનું લોહી જોઇતું હતું, જે ઘણા પ્રયત્નો પછી પણ મળી નહોતું રહ્યું.
        આવી પરિસ્થિતિ જોઇને અજયના પરિવારજનો ઘણા પરેશાન થઇ ગયા. ઘણી કોશિશો પછી પણ જ્યારે A+ લોહીની વ્યવસ્થા ન થઇ શકી તો કોઇ વ્યક્તિએ અજયના પિતાને સોશિયલ મીડિયા પર મદદ માંગવાનું સૂચન કર્યું.

         સોશિયલ મીડિયા પર મળી મદદ

         અજયના પિતાએ સોશિયલ મીડિયા પર મદદ માટે એક પોસ્ટ નાખી. તેની સાથે જ તેમણે આ પોસ્ટને વોટ્સએપ પર પણ શેર કરી. અજયના પિતાની આ પોસ્ટ આરિફ ખાન નામના વ્યક્તને વોટ્સએપ પર મળી ગઈ. આરિફ 'નેશનલ એસોસિયેશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઇટ્સ' નામની એક સંસ્થા પણ ચલાવે છે. આરિફે તરત જ અજયના પિતાને કોલ કર્યો અને કહ્યું કે તેઓ લોહી આપવા માટે તૈયાર છે.

           આ માટે તોડવા પડ્યા રોજા

        હોસ્પિટલનું એડ્રેસ લઇને આરિફ તરત જ ત્યાં પહોંચી ગયો. ડોક્ટરોએ કહ્યું કે લોહી આપતા પહેલા તેમણે કંઇક ખાવું પડશે, કારણકે તેનાથી નબળાઈ મહેસૂસ થાય છે. પરંતુ, આરિફના રોજા ચાલી રહ્યા હતા. તેણે કંઇપણ ખાધા-પીધા વગર લોહી આપવા માટે રિકવેસ્ટ કરી. પરંતુ ડોક્ટરોએ આરિફને કંઇપણ ખાધા-પીધા વગર લોહી આપવાની પરવાનગી ન આપી. ત્યારબાદ આરિફે ધર્મથી આગળ વધીને માણસાઇના ધર્મ માટે કામ કરવું વધારે યોગ્ય સમજ્યું. આરિફે ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી ચીજો ખાઈને અજય માટે બ્લટ ડોનેટ કર્યુ.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon