Amazon Best Discount Deals

બનાસકાંઠા: આયોજન કચેરીની ગ્રાંટ મામલે કોંગી નેતા ગેનીબેન ઠાકોરે ઉચ્ચારી ચીમકી | banaskantha wav MLA geniben Thakor

બનાસકાંઠા: આયોજન કચેરીની ગ્રાંટ મામલે કોંગી નેતા ગેનીબેન ઠાકોરે ઉચ્ચારી ચીમકી

          Geniben Thakor,  wav MLA, Congress, BJP

                  Wav MLA
        બનાસકાંઠામાં જિલ્લા આયોજન કચેરીની ગ્રાંટ મામલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે, વાવ, ભાભર અને સુઈગામના વિકાસ માટે રજૂઆત કરી હતી અને ત્રણ તાલુકામાં 6 કરોડની ગ્રાંટ મળવાપાત્ર હતી.
          49 વિકાસશીલ યોજનામાં બનાસકાંઠાના 8 તાલુકાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે મળતીયા કોન્ટ્રાક્ટરોને ગ્રાંટ આપી હોય તેવા ગેનીબેન આક્ષેપ પણ કર્યા છે. સરપંચને બદલે મળતીયાઓને ગ્રાંટ ફાળવશે તો ગેની બેને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
          આપને જણાવી દઇએ કે,બનાસકાંઠાની વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેની બહેન ઠાકોર આ પહેલ પણ અનેકવાર ચર્ચામાં આવ્યા છે. આ પહેલા પણ તેમણે સરકાર સામ બાંયો ચડાવી હતી અને ગુજરાતના વહીવટકર્તાઓને માર મારવાની જરૂર પડે તો તે હથિયાર અમે અજમાવીશું તેવી વાત કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો.
         કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના પીઢ નેતા શંકર ચૌધરીને હરાવનાર ગેની બહેન આજે પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને બનાસકાંઠામાં જિલ્લા આયોજન કચેરીની ગ્રાંટ મામલાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon