Amazon Best Discount Deals

ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે કરી આગાહી,આગામી બે દિવસમાં | Gujarat monsoon high alert

ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે કરી આગાહી,આગામી બે દિવસમાં | Gujarat monsoon high alert  

               
       આગામી પાંચ દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 2 દિવસમાં સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ વળે તેવી પણ આગાહી છે. તો 25મી જુલાઈથી ડિપ્રેશનની અસર રાજ્યમાં લાગુ થશે.
       ડિપ્રેશનની અસરથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો આગામી ચાર દિવસમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો રાજ્યમાં આ મોસમનો કુલ 52.89 ટકા વરસાદ નોંધાયો છે.
       ઉલ્લેખનીય છે કે, સાઈક્લોનિક સિસ્ટમ તેમજ લો પ્રેશર આ બન્ને સિસ્ટમ મધ્યપ્રદેશમાં સક્રીય થઈ છે. જેના કારણે મધ્યપ્રદેશમાં પણ જોરદાર વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા મનમુકીને વરસી શકે છે. દીમ, દમણ, અને સોમનાથમાં દરિયો ન ખેડવા માછીમારોને સુચના આપવામાં આવી છે.
loading...
         તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ આવવાની સંભાવના છે. તાપી, સુરત, ડાંગ, જામનગર અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 44 ટકા વરસાદ વરસ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ 3 ટકા ઓછો નોંધાયો છે.
         આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ વરસાદને લઇ અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે. જેના આધારે ગુજરાતમાં ઠેક-ઠેકાણે વરસાદ પણ પડ્યો હતો. જો કે, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ વરસાદ પડતા સ્થાનિક લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
Redmi 5a
Redmi 5a
                 
          આ સાથે ખેતરમાં પાણી ભરાઇ જવાને કારણે ખેડૂતોનો પાક બળીને નાશ પામ્યો હતો અને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજરોજ હવામાન વિભાગે એક આગાહી કરતા આગામી 2 દિવસમાં સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ વળે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.  
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon