Amazon Best Discount Deals

દિલ્લીમાં આકાશી આફત, ગંગા-યમુના ગાંડીતૂર, હજારો લોકોનું સ્થળાંતર | Rain high alert in new Dehli | yamuna Bridget

દિલ્લીમાં આકાશી આફત, ગંગા-યમુના ગાંડીતૂર, હજારો લોકોનું સ્થળાંતર

                      
          હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના કારણે હથિનીકુંડ બેરેજમાંથી વધુ એક વખત 2 લાખ 53 હજાર ક્યુસેક પાણી છોડાવમાં આવ્યું છે. જેના કારણે દિલ્લીમાં યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે.
         જેથી યમુના નદી પર આવેલો લોખંડનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તો યમુના નદીના કિનારે આવેલા અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત હરિયાણાના અનેક ગામડાઓ યમુના નદીના પૂરની લપેટમાં આવી ગયા છે.
         દિલ્લીમાં યમુના નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તમને જણાવી દઇયે કે, યમુના નદીની ભયજનક સપાટી 204.83 મીટર છે. જ્યારે હાલ યમુના નદી 205.5 મીટરની સપાટીએ વહી રહી છે.
       આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થઈ રહેલા વરસાદના કારણે મેદાની પ્રદેશોમાં નદીઓએ કહેર વર્તાવ્યો છે. હિમાચલ અને ઉત્તરાખંડની બે મુખ્ય નદી યમુના અને ગંગા ભયજનક સપાટીએ વહી રહી છે.
         હરિયાણાના હથિનીકુંડ ડેમમાંથી પાણી છોડતાં યમુના નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. તો બીજી તરફ ગંગા નદી પણ ભયજનક સપાટીથી થોડી દૂર છે. યમુના નદીએ હરિયાણા, દિલ્લી અને ઉત્તરપ્રદેશમાં કહેર વરસાવ્યો છે. તો ગંગા નદીનું પાણી કાનપુરમાં કહેર વરસાવી રહ્યું છે. નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon