Amazon Best Discount Deals

CM રૂપાણીએ સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ | monsun in Gujarat 2018 meting in vijay rupni CM Gujarat State

CM રૂપાણીએ સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ

                
      ગાંધીનગર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવને કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે વરસાદને લઈ બેઠક મળી હતી. મુખ્ય સચિવ જે.એન.સિંહના અધ્યક્ષતા બેઠક મળી હતી.
        ગાંધીનગર ખાતે આવેલ સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે આજરોજ યોજાયેલ આ બેઠકમાં રાજ્યના રાહત કમિશનર અને NDRFના અધિકારી સહિત મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર રહ્યા હતા.
        આ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તો જ્યાં સ્થિતિ વિકટ બની છે ત્યાં કઈ રીતે મદદ પહોંચાડી શકાય તેને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
         ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ હાજરીમાં મળેલ આ બેઠકમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વરસાદે કરેલ જમાવટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આ સાથે જ વરસાદને પગલે રાજ્યના કેટલા વિસ્તારમાં નુકસાન થયેલ છે તે અંગેનો તાગ પણ મેળવવામાં આવ્યો હતો.
               
Amazon
 Heir remover 
        આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવેલ કે, રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ પંથકમાં વરસાદનું પ્રમાણ વધારે છે, જેમાં સવારે વરસાદ પ્રમાણમાં વધુ હતો તો આ તરફ હાલ વરસાદના પાણી ઓસરી રહ્યા. ખાસ કરીને પાણીમાં ફસાયેલ એક ટ્રેનમાં સવાર 252 લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી સ્થાનિક તંત્ર અને NDRF ની ટીમ દ્વારા કરવામાં આવી હતી
       આપને જણાવી દઇએ કે, ગાંધીનગર ખાતે આવેલ કંટ્રોલરૂમમાંથી રાજ્યના મુખ્યપ્રધાને રાજ્યના વરસાદ અને તેનાથી થયેલ નુકસાન અંગેનો તાગ મેળવ્યો હતો તો આ સાથે 15 NDRF ટીમ ખડેપગે હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon