Amazon Best Discount Deals

વરસાદ અંગે આવ્યા મોટા સમાચાર,આગામી 2 દિવસમાં થઇ શકે મેઘમહેર તો કોઈક જગ્યાએ કહેર । Alert for Gujarat Goverment notice

વરસાદ અંગે આવ્યા મોટા સમાચાર,આગામી 2 દિવસમાં થઇ શકે મેઘમહેર તો કોઈક જગ્યાએ કહેર । Alert for Gujarat Goverment notice

                 
       ગુજરાત રાજ્યમાં ફરી મેઘરાજા મહેરબાન થઈ શકે છે. આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં થઈ શકે ભારે વરસાદ તો ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે મેઘરાજા વરસી શકે છે. તો રાજ્યમાં વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
      ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં સારો વરસાદ થશે.
Amazon
Sensa hair remover 
                   
      આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વરસાદની સિઝમ જામી પડી છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં હજી સુધી જરૂરિયાત મુજબનો વરસાદ નહીં પડતા સ્થાનિક ખેડૂતો પરેશાન થઇ ઉઠ્યા હતા અને મેઘરાજને મનાવવા માટે પૂજા અર્ચના કરવા લાગ્યા છે. જો કે રાજ્યના હવામાન ખાતા દ્વારા એક આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે.
     ગતરોજ અષાઢી બીજની ભરતીને લઈને દરિયો ગાંડો તૂર બનતા 8 થી 10 ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. જેથી લોકોને દરિયાની નજીક ન જવા માટે સૂચન કરાયું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. 
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon