Amazon Best Discount Deals

હવામાન વિભાગે કરી આગાહી, 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી । forecasted by the weather department 13 states-frustrated rain

હવામાન વિભાગે કરી આગાહી, 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી 

                     
       આગામી દિવસોમાં દેશના 13 રાજ્યને વરસાદ ઘમરોળશે એવી માહિતી હવામાન વિભાગ દ્વારા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે, આગામી દિવસોમાં દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
     હવામાન વિભાગ દ્વારા ભારે વાવાઝોડા સાથે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને અંડમાન નિકોબાર, તેલંગાના, રાયલસીમા, આંધ્રપ્રદેશ તેમજ કેરળમાં વાવાઝોડું ત્રાટકી શકે છે.
Sensa light
Buy hair remover 25% Discount 
                 
      તો બીજી તરફ કર્ણાટકમાં વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં 24 કલાકમાં 5 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
       આ ઉપરાંત ઉત્તરપ્રદેશના 13 જિલ્લામાં તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે હિમાચલ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે વરસાદ થાય તેવી શક્યતા છે. ટૂંકમાં આગામી દિવસોમાં અડધા હિન્દુસ્તાનમાં આફત ત્રાટકી શકે છે.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon