Amazon Best Discount Deals

ગુજરાત બાદ હવે MP માં પણ કલમ ૧૪૪ લાગુ કરતાં અચકાતી નથી સરકાર । hardik patel in madaypardesh meting in kisan andolan |

ગુજરાત બાદ હવે MP માં પણ કલમ ૧૪૪ લાગુ કરતાં અચકાતી નથી સરકાર । હાદિઁક પટેલ મધ્યપ્રદેશ માં જતાં જ 144 કલમ ધડાધડ લાગુ ।

       ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની શરુઆત બાદ કલમ ૧૪૪ લાગુ થવી સામાન્ય થઇ ગઈ છે, હાર્દિક પટેલની અથવા તો પાટીદારોની સભા કે કોઈ કાર્યક્રમ હોય તે અગાઉ રાજ્યની ભાજપ સરકાર દ્વારા કલમ ૧૪૪ લગાવી દેવામાં આવતી હોય છે.
                
        કોઇપણ રાજ્ય સરકાર પાસે તેના વિરોધ પ્રદર્શન માટે થતી સભાઓ, ધરણા, પ્રદર્શન રોકવા માટેનું એક જ મોટું ટુલ હોય છે કલમ ૧૪૪. કલમ ૧૪૪ લાગુ થતા જ ટોળા – ભીડને ભેગા થવા પર રોક લાગી જાય છે અને સભાની મંજુરી રદ્દ કરી દેવી આસાન બની જાય છે, જો કે આ કલમના વધુ પડતા ઉપયોગને કારણે ગુજરાતમાં હવે તેને લઈને ઘણી મજાકો બની ગઈ છે. જો કે ગુજરાતમાં હાર્દિક પટેલે કલમ ૧૪૪ લાગુ હોવા છતાંપણ ઘણીવાર સભાઓ સફળતાપુર્વક કરી છે.
loading...
      હાર્દિક પટેલ ગુજરાતમાં જ્યાં સભા કરવા જાય ત્યાં કલમ ૧૪૪ લાગુ થઇ જ જતી હોય છે ત્યારે હવે મધ્યપ્રદેશમાં પણ ખેડૂતોની સભા કરવા ગયેલા હાર્દિક પટેલના નીમચમાં આગમન અગાઉ જ સ્થાનિક ભાજપ સરકારે ૧૪૪ ની કલમ લાગુ કરી દીધી છે.
       નોંધનીય છે કે આવનારી મધ્યપ્રદેશની ચૂંટણી અગાઉ ત્રણ દિવસની મધ્યપ્રદેશ મુલાકાતમાં હાર્દિક પટેલ આજે નીમચના જાવદમાં કિસાન ક્રાંતિ સંમેલનને સંબોધન કરવાનો છે, હાર્દિક ત્યાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા કરશે. આ સંમેલનમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો જોડાશે. આ અગાઉ હાર્દિક જીરણમાં ખેડૂત આંદોલનમાં ગોળીબારમાં જીવ ગુમાવનારા ખેડૂત ચૈનરામ પાટીદારના ઘરે ગયો હતો અને તેના ભાઈ ગોવિન્દને સીએમે નોકરીના વાયદો આપેલ તે અંગે વાત કરી તો તેણે હાર્દિકને જણાવ્યું કે તેને વાયદા પ્રમાણે કોઈ નોકરી નથી આપી, ત્યારે હાર્દિકે તેને આ વાયદો શિવરાજસિંહને યાદ કરાવી દેવાનું કહ્યું.
        આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે ભાજપની નીતિઓની સામેની લડાઈમાં હુ કોંગ્રેસની સાથે છું, જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જ્યોતિરાદિત્ય સિંધિયાને સીએમ પદ માટે પ્રોજેક્ટ કરે છે તો અમે પૂરેપૂરો સાથ આપીશું. વિધાનસભા ચૂંટણીમાં માળવા – નિમાડના ૬૪ વિધાનસભા વિસ્તારમાં હુ જઈશ. હુ સ્પષ્ટપણે રાજકારણ માટે જ આવ્યો છું, મંદસૌરમાં તળાવનું રાજકારણ ગરમાયેલું છે. નેતા કદી સુધરતા નથી, આપણે સુધરવું પડશે. આ ઉપરાંત હાર્દિક પટેલે ભાજપ સરકાર પર વાયદા અને વચનો ભંગ કરવાની વાત પર પ્રહારો કર્યા હતા.
      ગુજરાતની ચૂંટણીઓમાં મહત્વનું પરીબળ બનનારા આંદોલનના નેતાઓ હવે ગુજરાત જ નહી પણ અન્ય રાજ્યોમાં પણ અસરકારક ભૂમિકા ભજવતા થયા છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપ અને પીએમ મોદીને નાકે દમ લાવી દેનારી આ ત્રિપુટી હવે અન્ય રાજ્યોમાં પણ ભાજપને રાતા પાણીએ રોવડાવવા નીકળી છે.

        ગુજરાતમાં સત્તા પરિવર્તન ના કરી શક્યા તો શું અન્ય રાજ્યોમાં કરી શકશે ?

                  
       ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવાની, ભાજપને ઉખાડી ફેંકવાની વાતો કરી રહેલી ત્રિપુટી પોતાના રાજ્યમાં સંપૂર્ણ સફળ નથી રહી ત્યારે તેવા પ્રશ્નો પણ થઇ રહ્યા છે કે તેઓ શું અન્ય રાજ્યોમાં સફળ રહી શકશે. ગુજરાતની વાત કરીએ તો અહિયાં ભાજપ ઘણું અસરકારક સંગઠન ધરાવે છે, ગુજરાતની શહેરી પ્રજાના મનમાં ભાજપ ઘર કરી ગઈ છે ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન એટલું આસાન નહોતું, આ ઉપરાંત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો વધુ પડતો ઉત્સાહ અને ઓવર કોન્ફિડન્સ પણ ભાજપની જીતનું કારણ બની ગયું. ત્યારે હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશની મહેનત ગુજરાતમાં તો સાવ એળે ગઈ ના કહેવાય પણ સફળતાથી એક વેંત જેટલા જ દુર રહી ગયા કહેવાય. જો કે અન્ય રાજ્યોમાં પણ ભાજપ વિરુદ્ધ જુવાળ છે અને તે રાજ્યોમાં ભાજપના મુળિયા ગુજરાત જેટલા મજબુત પણ નથી ત્યારે આ ત્રિપુટી ત્યાં પણ મજબુત અસર ઉપજાવી શકે છે.
        આ સિવાય તેઓ સમગ્ર રાજ્યના પરિણામ તો ફેરવી શકવા સક્ષમ ના ગણી શકાય પરંતુ જે તે રાજ્યોમાં અમુક વિસ્તારોમાં તેઓ પરિણામ ફેરવી શકે છે, આ ઉપરાંત તેઓ એક રાષ્ટ્રીય નેતા તરીકેની છાપ ઉભી કરી શકે તો બીજીતરફ તેઓને સ્ટાર પ્રચારકની જેમ લઈ જઈ કોંગ્રેસ સામાન્ય પ્રજાને મોટી સંખ્યામાં ભેગી કરી શકે.
        જેમાં હાર્દિક પટેલ હાલ મધ્યપ્રદેશના ખેડૂતો અને પાટીદાર વિસ્તારોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે, ખેડૂતોની રેલીઓ કરી રહ્યો છે. આ સિવાય અલ્પેશ ઠાકોર પણ મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં પ્રચાર કામગીરી કરશે. જો કે મધ્યપ્રદેશ સિવાય રાજસ્થાનના પણ અમુક વિસ્તારોમાં હાર્દિક અને અલ્પેશ સભાઓ કરી ચુક્યા છે, તો બીજીતરફ કર્ણાટકમાં આવતા મહીને જ ચૂંટણી છે ત્યારે મોટાપાયે દલિત વસ્તી ધરાવતા આ રાજ્યમાં જીગ્નેશ મેવાણી પણ મોટાપાયે પ્રચાર કરી રહ્યો છે તેમજ આવનારા દિવસોમાં તે હવે કર્ણાટકમાં જ ભાજપ વિરુદ્ધ પ્રચારમાં સમય ગાળે તેમ કહેવાઈ રહ્યું છે. કર્ણાટકમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે અને દેવગૌડાની પાર્ટી જેડીએસ દલિત અને મુસ્લિમ મતો તોડીને ભાજપને ફાયદો કરાવે તેવી પરિસ્થિતિમાં છે ત્યારે કોંગ્રેસ કર્ણાટકમાં જીગ્નેશ મેવાણીને ઉતારીને દલિત મતો અંકે કરવાની ગણતરીમાં છે.
         મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે અંતમાં નવેમ્બર મહિનામાં યોજાઈ શકે છે અને આ ચૂંટણી બાદ તરત જ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ શકે છે.
loading...
         એટલે કેન્દ્રમાં સત્તાની સેમી ફાઈનલ ગણાતી આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેવાના છે અને તેમાં હવે હાર્દિક – અલ્પેશ – જીગ્નેશની ત્રિપુટી પણ મેદાનમાં ઉતરી છે ત્યારે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણને નવી દિશામાં લઇ જનાર આ યુવા નેતાઓ અન્ય રાજ્યોમાં શું ઉકાળી શકે છે.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon