Amazon Best Discount Deals

સુરત રેપ વિથ મર્ડરઃ બાળકીની ઓળખ માટે શરૂ કરવામાં આવી અનોખી પહેલ | surat rape case gujrat

સુરત રેપ વિથ મર્ડરઃ બાળકીની ઓળખ માટે શરૂ કરવામાં આવી અનોખી પહેલ | surat rape case gujrat

             
Surat gujrat rape case
સુરતઃ પાંડેસરા વિસ્તારમાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી બાળકીની હજી સુધી ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસ અને શહેરભરના નાગરિકો દ્વારા ઓળખ માટે કામે લાગ્યા છે. દરમિયાન એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરતમાંથી કાપડના પાર્સલ પર બાળકીના પોસ્ટર લગાવી અન્ય રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે.
                            

     કાપડના પાર્સલ પર બાળકીના પોસ્ટર લગાવી ઓળખ માટે અપીલ

 પાંડેસરા વિસ્તારમાં ગત 6 એપ્રિલના રોજ દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં એક 11 વર્ષીય બાળકી લાશ મળી આવી હતી. 11 દિવસ થવા છતાં બાળકીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરમિયાન અજ્ઞાત મૃતદેહની ઓળખ કરવા કામ કરી સેવા ફાઉન્ડેશન અને કાપડ વેપારીઓએ એક અનોખી પહેલ શરૂ કરી છે. કાપડના પાર્સલ પર બાળકીના પોસ્ટર લગાવી ઓળખ માટે અપીલ કરવામાં આવી રહી છે.
        સેવા ફાઉન્ડેશનનવા અશોક ગોયલે જણાવ્યું હતું કે, બાળકીની ઓળખ માટે કાપડ વેપારીઓને સહયોગ લેવામાં આવ્યો છે. રધુકૂળ માર્કેટ સહિત અન્ય માર્કેટના વેપારીઓ જે ઓરિસ્સા, પશ્વિમ બંગાળ, બિહાર અને ઝારખંડ કાપડ પાર્સલ મોકલે છે તે જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી એક હજાર પોસ્ટર છપાવવામાં આવ્યા છે. જે પાર્સલ પર લગાવી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે.
loading...

        પોલીસે 20 હજાર અને બિલ્ડરે 5 લાખના ઈનામની જાહેરાત કરી છે

        બાળકીની ઓળખ માટે શેહરભરના લોકો આગળ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા થકી પણ ઓલખ માટે અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ બાળકીની માહિતી આપનાર માટે 20 હજાર અને એક બિલ્ડર દ્વારા 5 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સેવા ફાઉન્ડેશ દ્વારા પણ 25 હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
     
     
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon