Amazon Best Discount Deals

ડીસા ડેપોના કંડકટરે રૂ. 7 લાખ ઉપરાંતના દાગીના મુળ માલીકને પરત કર્યા ડીસા ડેપોના ડ્રાઇવર કન્ડક્ટરની માનવતા મહેકી ઉઠી | disa s.t. dariver in condkter 7 lakh rs parat.

ડીસા ડેપોના કંડકટરે રૂ.7લાખ ઉપરાંતના દાગીના મુળ માલીકને  પરત કર્યા ડીસા ડેપોના  ડ્રાઇવર કન્ડક્ટરની  માનવતા મહેકી ઉઠી

                
        પ્રવર્તમાન યુગમાં રૂપિયા માટે સ્વજનો સ્વજનો વચ્ચે વેર બંધાઈ જાય છે અને તેમાં પણ રસ્તે મળેલા રૂપિયા કોઈ પરત કરવાની દાનત ધરાવતું નથી.ત્યારે ડીસા એસ.ટી.ડેપોના કંડકટર અને ડ્રાઈવરે મુસાફરના રૂપિયા સાત લાખ ઉપરાંતના દાગીના ભરેલો થેલો પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી એસ .ટી નિગમ નું નામ ગૌરવવંતુ કર્યું છે.
                                                   
        પ્રમાણિકતા અને ઇમાનદારી અત્યારે દીવો લઈને શોધવા જેવું કામ છે ત્યારે ડીસા ડેપોના કંડકટરે પ્રમાણિકતા મિશાલ દર્શાવી છે.આ અંગેની વિગત એવી છે કે ડીસા ડેપોની પાલનપુર થી ભુજ જતી એસ.ટી.બસમાં મંગળવારે સાંજે આડેસર ખાતે રહેતા અનવરભાઇ ઐયુબભાઈ હિંગોરજા તેમના પરિવાર સાથે ભચાઉ જવા માટે આડેસરથી બસમાં બેઠા હતા. દરમ્યાન તેમના પરિવારની મહિલાઓ રાઈમાબેન અને હસીનાબેન પોતાની સાથે સોના-ચાંદીના દાગીના નાનકડી પતરાની પેટીમાં મૂકી પેટી ભરેલો થેલો લઈને બેઠા હતા, ભચાઉ આવતા બસમાં થેલો  ભૂલી જઈ તેઓ ઉતરી ગયા હતા બસમાં કોઈ મુસાફર નો થેલો રહી ગયો હોવાની જાણ બસના કંડકટર અમરતભાઈ ગમાનભાઈ દેસાઈ ( રહે.ખેરોલા, તા.ડીસા) ને થતા તેમણે ડ્રાઇવર બળવંતસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત (રહે. મોટા, તા. પાલનપુર) ને જાણ કરતા બંનેએ ડીસા ડેપો ને જાણ કરી.હતી.આ દરમિયાન અનવરભાઈ એ પણ પોતાનો થેલો બસમાં રહી ગયો હોવાની જાણ ભુજ ડેપો મારફતે કરતાં ડીસા ડેપોના કંડકટર અમ્રતભાઇ અને ડ્રાઇવર લક્ષ્મણસિંહે થેલો તેમની પાસે હોવાની જાણ કરતા તેઓ ને હાશ થઇ હતી.
loading...
      જેથી બુધવારે અનવરભાઈ પરિવાર સાથે ડીસા ડેપો ખાતે બોલાવી ડેપો મેનેજર કે.કે પરમાર, ટ્રાફિક ઇન્સ્પેક્ટર જે.જે. પંચિવાલા, એટીઆઇ એલ.એ. ચૌહાણ, ટીસી આર.કે. દેસાઈ સહિતના કર્મચારીઓની ઉપસ્થિતિમાં કંડકટર અને ડ્રાઈવરે દાગીના ભરેલો થેલો અનવરભાઇ, રઇમાબેન અને હસીનાબેનને પરત કરતા પરિવાર ભાવવિભોર બની ગયો હતો. બંને મહિલાઓએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર કંડક્ટર અને ડ્રાઇવરની મોં મીઠું કરાવી ભાઈ સમાન ગણાવ્યા હતા. આ દ્રશ્યથી ઉપસ્થિત તમામ લોકોના હૈયામાં આનંદઅને આંખોમાં હરખનાં આંસુ છલકાઈ આવ્યા હતા.
         એસટી કર્મચારીઓએ ડ્રાઈવર-કંડકટરની પ્રમાણિકતાને બિરદાવી છે.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon