Amazon Best Discount Deals

રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, ગુજરાતના તમામ ગામડામાં બંધનું એલાન । strike by national kisan maha sangthan announcement of clause in all the villages of gujarat

રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, ગુજરાતના તમામ ગામડામાં બંધનું એલાન

                  
         ગાંધીનગરઃ ખેડૂતોની સમસ્યા મુદ્દે આજે રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા ખેડૂતોને શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે એક દિવસીય પ્રતિક ઉપવાસનુ એલાન પણ કરવામાં આવ્યુ છે.
          દેશભરમાં હડતાળના પગલે વહેલી સવારે નાસિક પાસે શાકભાજીના ટ્રક રોકવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કિસાન સંગઠને આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારે ખેડૂતોને સકંજામાં લેવા પ્રયાસો કર્યા છે. અનેક સમસ્યાઓને લીધે ખેડૂતો બેહાલ બન્યા છે. રાજકીય દબાણ હેઠળ સરકાર ભૂમિ અધિગ્રહણ જેવા કાળા કાયદા ઘડી રહી છે.
         મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે સ્વામીનાથન કમિટીની ભલામણનો સ્વીકાર કરાયો નથી. ત્યારે ખેત ઉત્પાદનના દોઢ ગણા ભાવ આપવાના વાયદા હજુ કેન્દ્ર સરકારે પાળ્યા નથી. ત્યારે ખેડૂતોએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે.

                   મહાલડતના એંધાણ

          ખેડૂતો કરશે જેલ ભરો આંદોલન 3 જૂને મહારાષ્ટ્રમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન 5 જૂને ગુજરાતમાં ખેડૂતો ઉતરશે માર્ગો પર 9 જૂને દેશભરમાં ખેડૂતોનું જેલભરો આંદોલન

                 સ્વામીનાથન આયોગમાં શું ?

       2004માં કેન્દ્ર સરકારે કરી નેશનલ કમિશન ઓન ફાર્મસની રચના એમ.એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં બની હતી કમિટી ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી બનાવવા માટે હતી કમિટી ખેડૂતોની આત્મહત્યાની સમસ્યાના સમાધાન પર ભાર રાજ્ય સ્તરે કિસાન કમીશન બનાવવા પર ભાર સ્વાસ્થ્ય સુવિધા, વીમાની સ્થિતિ સુધારવા પર ભાર સસ્તા દરે પાક લોન મળે તેવી પણ કરાઈ ભલામણ ખેડૂત લોન ચૂકવવાની સ્થિતિમાં ન આવે ત્યાં સુધી લોન ન વસૂલવી કુદરતી હોનારતમાં બચાવવા માટે કૃષિ રાહત ફંડ બનાવવું

Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon