Amazon Best Discount Deals

ગૃહમંત્રીએ સ્વીકાર્યું, 2 વર્ષમાં ગુજરાતમાં 14229 સ્ત્રીઓ ગુમ થઇ અને હજુ લાપતા

ગૃહમંત્રીએ સ્વીકાર્યું, 2 વર્ષમાં ગુજરાતમાં 14229 સ્ત્રીઓ ગુમ થઇ અને હજુ લાપતા

      અમદાવાદઃ આમ તો ગુજરાતની ગણના દેશના સૌથી સમૃદ્ધની સાથે-સાથે સૌથી સલામત રાજ્ય તરીકે પણ થાય છે અને તેમાં પણ આપણા ગુજરાતની સરકાર તો બહાર ગાઈ વગાડીને એવી વાતો ગર્વભેર કરે છે કે, અમારા ગુજરાતમાં તો એકલી છોકરી કે મહિલા રાત્રે બિન્ધાસ્ત રીતે ખુલ્લી સડક પરથી પસાર થઈ શકે છે અને તેમનો વાળ પણ વાંકો થતો નથી. પરંતુ ખુદ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ અને બાળકોના જે આંકડા વિધાનસભામાં રજૂ કર્યા છે તેનાથી આ ભ્રમ ખૂબ સરળતાથી ભાંગી જાય છે.        
           Girl in Gujarat
        રાજ્ય સરકારના જ આંકડાઓ અનુસાર ગુજરાતમાંથી બે વર્ષમાં 14229 મહિલાઓ ગુમ થઈ છે.
        ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4800 બાળકો ગુમ થયા હતા જેમાંથી 3650 બાળકો પાછા મળ્યા છે. આનો મતલબ એ થયો કે બે વર્ષ પછી પણ રાજ્યમાં હજી 1150 બાળકો લાપતા છે. બાળકોની આટલી સંખ્યામાં ગુમ થવા એ પણ અત્યંત ચિંતાજનક બાબત છે.
loading...

    ગૃહમંત્રીએ કહ્યું, પ્રેમ પ્રકરણ અને પરીક્ષાના ડરથી ભાગે છે બાળકો

        બાળકો ગુમ થવા અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રેમમાં અને પરીક્ષામાં નાપાસ થવાના ડરથી બાળકો ગુમ થઈ રહ્યાં છે. ગુજરાતના કુલ 33 જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં 4800 બાળકો ગુમ થયા હતા તે પૈકી 3650 બાળકો પાછા મળ્યા છે જ્યારે 1150 બાળકો હજુ લાપતા છે
   સુરતમાંથી સૌથી વધુ 1256 મહિલા અલોપ, અમદાવાદમાંથી 1241 ગાયબ
      ગુજરાતમાં બે વર્ષમાં 14229 મહિલાઓ ગુમ થઈ છે. ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલી વિગતો મુજબ સુરત શહેરમાં 2016માં 980 અને 2017માં 472 સુરત ગ્રામ્ય 2016માં 117 અને 2017માં 157 મળીને કુલ 1256 મહિલા લાપતા થઈ હતી. તેમાંથી 963 મળી આવતા હજી 293 લાપતા છે. જ્યારે અમદાવાદમાં 1241માંથી 310 મહિલા હજી ગુમ છે. વડોદરા શહેરમાં 2016માં 357 અને 2017માં 409 મહિલાઓ ગુમ થઈ હતી. આ જ પ્રમાણે બનાસકાંઠામાં 2016માં 195 અને 2017માં 168 જામનગરમાં 2016માં 110 અને 2017માં 150, કચ્છ 2016માં 200 અને 2017માં 187 મહિલાઓ ગુમ થઈ હતી. આણંદ જિલ્લામાં 2016માં 251 અને 2017માં 308 મહિલાઓ ગુમ થઈ હતી.
       
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon